GSTV
Home » News » ગજબ! Kiss કરતાં જ જાતે જ સેલ્ફી લઇ લેશે આ સ્માર્ટફોન, જાણો શું છે મજેદાર ફિચર

ગજબ! Kiss કરતાં જ જાતે જ સેલ્ફી લઇ લેશે આ સ્માર્ટફોન, જાણો શું છે મજેદાર ફિચર

ગૂગલ પિક્સલ સ્માર્ટફોન પોતાના જબરદસ્ત કેમેરા માટે જાણીતો છે. હવે કંપનીએ પોતાના લેટેસ્ટ Pixel 3 સ્માર્ટફોન કેમેરાને વધુ ધાંસૂ બનાવવા માટે એક નવી અપડેટ જારી કરી છે. જે ઓર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ છે. આ અપડેટનું નામ Photobooth Mode છે.

તેના માટે સૌપ્રથમ તમારે પિક્સલ 3ના કેમેરાને ફોટોબૂથ મોડમાં લાવવાનો રહેશે જેનાથી ગૂગલ પિક્સલનો કેમેરા તમારા એક્સપ્રેશનને જોતા જ આપમેળે જ ઓળખી લેશે કે હવે તમે ફોટો માટે તૈયાર છો અને તે સમયે જ તમારી તસવીર ક્લિક થઇ જશે. આ ઉપરાંત ગૂગલે પોતાના ફોટોબૂથ મોડમાં Kiss ડિટેક્શન ફીચર પણ એડ કર્યુ છે. જે વિશે કંપનીએ દાવો કર્યો છે કે જેવા તમે તમારા ખાસ વ્યક્તિને Kiss કરશો કેમેરા આપમેળે જ ફોટો ક્લિક કરી લેશે.

હકીકતમાં આ નવો મોડ સેલ્ફી દરમિયાન Kiss કરતાં તમને ઓળખી લેશે. AI કિસિંગ ડિટેક્શન એબીલીટી સાથે આ મોડમાં કેમેરા એપ સબ્જેક્ટને કિસ કરતાં ડિટેક્ટ કરશે અને જેવી પર્ફેક્ટ મોમેન્ટ થશે કે આપમેળે ફોટો ક્લિક થઇ જશે. કપલ્સને આ મોડ ઘણો રસપ્રદ લાગશે કારણ કે તેમના આ સ્પેશિયલ મોમેન્ટની તસવીરો ક્લિક કર્યા વિના જ લઇ શકાશે.

Read Also

Related posts

અફઘાનિસ્તાનમાં સતત ત્રીજા દિવસે નરસંહાર : બે હુમલામાં 29નાં મોત

Mayur

ગુલાબજળ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો, 7 જ દિવસમાં ગાયબ થઇ જશે ખિલ

Bansari

રૂપિયાની તંગીને લઇને ઘરમાં ઝગડા-કંકાશ છે? મુખ્ય દ્વાર પર લગાવી દો આ ચમત્કારી વસ્તુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!