GSTV
Home » News » ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની જેમ હવે ગૂગલમાં પણ આવી ગયું છે નવું ફીચર

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની જેમ હવે ગૂગલમાં પણ આવી ગયું છે નવું ફીચર

Google Photosમાં હવે નવું ફીચર્સ આવી રહ્યું છે. જેમાંથી કેટલાક ખાસ ફીચર્સ પણ છે જે ફાયદાકારક બની શકે છે. આ પહેલાં તાજેતરમાં કંપનીએ કેટલાક બીજા પણ ફીચર્સ પણ શરૂ કર્યા છે. રિપોર્ટ મુજબ ગૂગલ ફોટોઝમાં યુઝર્સના પ્રોફાઈલની ઈમેજને એપની હોમ સ્ક્રીન પર રાખી શકશો.

ટવિટ્સ યુઝર Jane Wongએ આ ફીચર્સ પર ટ્વિટ કર્યું છે. તેમાંથી બે મુખ્ય ફીચર્સ છે. પહેલું ફીચર્સ એકાઉન્ટ સ્વિચર છે. એકાઉન્ટ સ્વિચર જીમેલની જેમ જ કામ કરશે, જ્યાં તમે એકથી વધારે એકાઉન્ટ સ્વિચ કરી શકો છો. સ્વાઈપ ટુ સ્વિચ હેઠળ ગૂગલ ફોટોઝના ટોપ રાઈટ કોર્નરમાં આ ઓપ્શન મળશે. એટલે કે અહીંથી તમે એકાઉન્ટ સ્વિચ કરીને ફોટોઝ જોઈ શકો છો. જો તમે બે જીમેલ એકાઉન્ટમાં ફોટોઝ રાખ્યા છે તો સંભવ છે.

બીજા ફીચર્સની જેમ યુઝર્સને ડ્રોઈંગ ટુલ્સનું ઓપ્શન આપવામાં આવશે. ફોટોઝ એક ડ્રોઈંગ ટુલથી એડિટ કરી શકો છો. ટેક્સ્ટ એડ પણ કરી શકો છો. અહીં અલગ-અલગ કલરની પેન મળશે. હાઈલાઈટ્સ આપવામાં આવી છે અને ટેક્સ્ટ કેપ્શન ક્રિએટરનું પણ ઓપ્શન આપવામાં આવ્યું છે. આ પ્રકારના એડિટિંગ ટુલ્સ આજકાલ સોશિયલ મીડિયા પર આપવામાં આવી રહ્યા છે.

અત્યારે એ નક્કી નથી કે બધા યુઝર માટે આ ફીચર ક્યારે શરૂ કરવામાં આવશે. થોડા સમય પહેલાં ગૂગલ ફોટોઝમાં સ્ટોરી ફીચર આવ્યું હતું અને આ પણ સોશિયલ મીડિયા બેસ્ટ છે. ગૂગલ ફોટોઝના ઈંપ્રૂવમેન્ટ માટે કંપનીએ ફોટો સ્કેન ફીચર પણ લાવ્યું હતું જેનાથી તમે આલ્બ્મના જૂના ફોટાની પણ ક્વોલિટીને સારી બનાવી શકો છો.

Read Also

Related posts

આ રીતે એક્ટિવેટ કરો Whatsappનું ફિંગર પ્રિન્ટ લૉક ફિચર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Bansari

આ કંપનીનો સ્માર્ટફોન ખરીદો અને અનલિમિટેડ ફ્રી કોલિંગનો ઉઠાવો લાભ

Dharika Jansari

85 કરોડ ડોલર હતા સામે પણ આ વ્યક્તિએ ફેસબુકની શરતો ન સ્વીકારી, ફોનમાંથી એપ ડિલીટ કરવાની આપી સલાહ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!