GSTV

Google Pay યુઝર્સ માટે મોટા સમાચાર: બદલાઈ જશે તમારી પેમેન્ટ એપ, કંપનીએ કરી જાહેરાત

Google Pay

ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર એપ્લિકેશન ગૂગલ પેમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો થવાના છે. કંપની દ્વારા એક નવું પેમેન્ટ ઇન્ટરફેસ બનાવવામાં આવ્યું છે. Pixel ફોન ધરાવતા યુઝર્સ માટે આ એપ્લિકેશનનું નવું અપડેટ રોલઆઉટ કરવામાં આવ્યું છે. કંપનીએ આ માહિતી Google blog Postમાં આપી છે.

અન્ય યુઝર્સને મળશે જલ્દી મળશે અપડેટ

જણાવી દઈએ કે ટૂંક સમયમાં Google payનું અપડેટ બાકીના સ્માર્ટફોનમાં મળવાનું શરૂ થશે. Google Payનું beta અપડેટ સિંગાપોર અને ભારતીય યુઝર્સ માટે ઉપલબ્ધ કરાયું છે. આ અપડેટ Android સાથેના iOS યુઝર્સ માટે પણ રજૂ કરવામાં આવશે.

શું બદલાવ થશે

Android Policeના અહેવાલ મુજબ, ગૂગલ પેના આ નવા ઇન્ટરફેસમાં, બૉટમ ટેબને દૂર કરવામાં આવશે અને દરેક જગ્યા પર નેવિગેશનને hamburger મેન્યૂમાં શિફ્ટ કરી દેવામાં આવશે.

આવું દેખાશે હોમ પેજ

આ સિવાય નવા હોમ પેજ પર માત્ર પેમેન્ટ કાર્ડ્સ અને લોયલ્ટી કાર્ડ્સની સ્ક્રોલિંગ સૂચિ દેખાશે. ઉપરાંત, બૉટમ રાઈડ કોર્નરનાં ફ્લોટિંગ એક્શન બટન સાથે નવા પેમેન્ટ કાર્ડ્સ, લોયલ્ટી પ્રોગ્રામ્સ, ગિફ્ટ કાર્ડ્સ અને ટ્રાંઝિટ ટિકિટ ઉમેરી શકાય છે.

આ નવા અપડેટ્સ આવશે

Hamburger મેનૂના પ્રવેશ પછી, તમે સરળતાથી પેમેન્ટને રિઓર્ડર કરી શકશો. આ સાથે, તમે સમાપ્ત થતા પાસ વિશેની માહિતી પણ મેળવી શકશો. હોમ મેનૂની ઉપરની બાજુએ Add a new payment method દેખાશે. પેમેન્ટ Methodમાં પણ અમુક બદલાવ જોવા મળશે.

નવો ઈન્ટરફેસ મળશે

કંપની તરફથી Google Payનું ક્લીન અને ફ્લેક્સિબલ ઇન્ટરફેસ આપવામાં આવશે. આ ઇન્ટરફેસનો સંપૂર્ણ કોડ ફરીથી લખવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, એક નવું ઇન્ટરફેસ ખૂબ જ ટૂંક સમયમાં જોવા મળશે.

1 કરોડથી વધુ વખત ડાઉનલોડ થયેલ

Google Payને ભારતમાં 18 સપ્ટેમ્બર 2017ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ થયા પછીથી લોકોમાં તેનો ક્રેઝ નોંધપાત્ર રીતે વધ્યો છે. Google Pay તાજેતરમાં વિશ્વની સૌથી વધુ ડાઉનલોડ કરેલી પેમેન્ટ એપ્લિકેશન બની છે. તે આજ સુધીમાં સમગ્ર વિશ્વમાં 1 કરોડથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂક્યું છે.

READ ALSO

Related posts

સી પ્લેનના પ્રોજેક્ટને સફળ કરવામાં 3 વર્ષ પહેલા શરૂ કરેલી રિવફ્રન્ટ પરની આ રાઈડ બંધ થવાની શક્યતા

Pravin Makwana

ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સહાએ આશ્ચર્યજનક રેકોર્ડ હાંસલ કર્યો, પ્લેઓફની રેસમાં SRH

Mansi Patel

વીએસ હોસ્પિટલની બેદરકારી/ છેલ્લા બે મહિનાથી હડકવાની રસી જ નથી, કોંગ્રેસ ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આરોપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!