GSTV

Google Pay જાહેર કરી ઓનલાઈન પેમેન્ટની સુરક્ષિત રીત, આ બેન્કના ગ્રાહકોને મળશે ફાયદો

જો તમે Google Pay નો વપરાશ કરો છો તો હવે આ એપ થકી પણ કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકશો. તે માટે Google Pay એ વીઝા અને બીજી બેન્કોની સાથે કરાર પણ કર્યો છે. Google Pay એ બેન્કિંગ ભાગીદારોની સાથે મળીને પોતાના પ્લેટફોર્મ પર ટોકનાઈજેશન જાહેર કર્યો છે. જેનાથી User પોતાના કાર્ડની સાથે સુરક્ષિત રૂપથી લેણ-દેણ કરી શકશે.

સુરક્ષિત ડિજિટલ ટોકન થકી પેમેન્ટ થઈ જશે

વીઝા અને બેન્કિગ ભાગીદારીનો સાથે આ સર્વિસ હવે Axis bank અને SBI Cards એ પણ યૂઝર માટે ઉપલબ્ધ છે. કોટક અને બીજી બેન્કોની સાથે આ સુવિધા ઘણી જલ્દી શરૂ થવાની આશા છે. ટોકનાઈજેશન થકી Google pay એન્ડ્રોયડ યૂઝર પોતાના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો વપરાશ પોતાના કાર્ડને સ્વેર કર્યા વગર કરી શકશે. જે હેઠળ કાર્ડથી જોડાયેલ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલ સુરક્ષિત ડિજિટલ ટોકન થકી પેમેન્ટ થઈ જશે.

વેપારી લેણ-દેણનો વિસ્તાર કરશે

Google Pay ના બિઝનેસ પ્રમુખ સજીથ શિવનંદનના જણાવ્યા પ્રમાણે અમને આશા છે કે, ટોકન સુવિધા વર્તમાન સમયમાં યૂઝરને સુરક્ષિત રૂપથી લેણ-દેણ કરવા માટે પ્રોત્સાહિત કરશે અને ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારથી વેપારી લેણ-દેણનો વિસ્તાર કરશે.

ભારતમાં કાર્ડ આધારિત પેમેન્ટને અપનાવવા

શિવનંદનના મત પ્રમાણે આપણે વીઝા નેટવર્કવાળા એક્સિસ અને SBI કાર્ડ ધારકો માટે પહેલાથી જ લાઈવ છે અને ભારતમાં કાર્ડ આધારિત પેમેન્ટને અપનાવવા માટે કોટક અને અન્ય બેન્કિંગ ભાગીદારોની સાથે મળીને કામ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

WhatsApp Web માં આવી રહ્યુ છે નવુ ફીચર, યુઝર્સને મળશે આ નવા ઓપ્શન

Ankita Trada

ગરમ પાણી સાથે મધનું સેવન કરતાં હોય તો તરત જ બદલી નાંખો આ આદત, સાઇડ ઇફેક્ટ્સ જાણી લો નહીંતર પસ્તાશો

Bansari

સુરત/ મહિલા કોર્પોરેટર માસ્ક વગર ગરબે ઘૂમ્યા, ફેસબૂક પર લાઈવ થયા- વીડિયો વાયરલ થતા સુરતીઓમાં ભારે રોષ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!