GSTV

એપલ એપ સ્ટોરમાંથી Google Pay એપ હટાવાઈ, સામે આવી ટેક્નિકલ ખામી

ગૂગલ પે એપ્લિકેશન(Google Pay app) ને એપલના એપ સ્ટોર (Apple’s App) પરથી દૂર કરવામાં આવી છે. એપ્લિકેશનમાં કોઈ પણ સમસ્યા હલ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ગૂગલ પે એ એક સૌથી લોકપ્રિય ડિજિટલ ચુકવણી એપ્લિકેશન છે. જો કે આ એપ્લિકેશનને એપલ સ્ટોરમાંથી દૂર કરવામાં આવી છે, પરંતુ તે ગૂગલ પ્લે સ્ટોર પર લિસ્ટેડ છે.

આ પહેલીવાર નથી જ્યારે યુઝર્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. થોડા અઠવાડિયા પહેલા સમાન એપ્લિકેશનને પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી હતી અને ઘણા યુઝર્સે તેના વિશે ટ્વિટર પર ફરિયાદ કરી હતી. આમાં કેટલીક ટેક્નિકલ ખામીઓ હતી, જેને ગૂગલે પાછળથી સુધારી હતી.

આ વખતે ગૂગલ પ્લેને ખામી સુધારવા માટે એપલ સ્ટોરમાંથી દૂર કરવામાં આવી છે. ગૂગલના પ્રવક્તાએ ખાનગી મીડિયાને પુષ્ટિ આપી હતી કે ટૂંક સમય પછી પેમેન્ટ એપ્લિકેશનને ફરીથી લિસ્ટેડ કરવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે જો તમે iOS યુઝર્સ છો, તો ગૂગલ પેને બદલે, તમને ટોપ પર પેટીએમ જેવી પેમેન્ટ એપ્લિકેશન દેખાશે.

જલ્દી નવું અપડેટ મળશે

ગૂગલ પે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હોવા છતાં, iOS યુઝર્સને ચુકવણી નિષ્ફળતાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કંપનીએ આ સૂત્રાનાં હવાલાથી જણાવ્યું હતું કે, કેટલાક iOS યુઝર્સને તેમના ટ્રાન્ઝેક્શન દરમિયાન પેમેન્ટ ફેલ થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અમારી ટીમ તેને વહેલી તકે તેને ઠીક કરવા માટે કામ કરી રહી છે. દરમિયાન, અસરગ્રસ્ત યુઝર્સ સહાયતા માટે એપ્લિકેશનના ગૂગલ પે સપોર્ટનો સંપર્ક કરી શકે છે. અમારા યુઝર્સને થતી અસુવિધા બદલ માફ કરશો. ગૂગલ પે iOS એપ્લિકેશન હવે એપ સ્ટોર પર ઉપલબ્ધ રહેશે નહીં. યુઝર્સને નવી એપ્લિકેશન અપડેટ ટૂંક સમયમાં મળશે.

READ ALSO

Related posts

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana

સામાન્ય લોકો પાસેથી દંડ વસૂલનારાઓની દાદાગીરી સરકારી કર્મચારીઓ સામે નથી ચાલતી

Nilesh Jethva

ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં પ્રથમ મુસ્લિમ વિદ્યાર્થિનીએ Ph.D કરી રચ્યો ઈતિહાસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!