GSTV

Google Pay પેમેંટ એપ આ યૂઝર્સ માટે ફરી થયુ ઉપલબ્ધ, રીસ્ટોર કરવુ પડશે બેન્ક એકાઉન્ટ

Google Pay ફોર ઈંડિયા એપ પરત એપલના એપ સ્ટોર પર આવી ગયા છે. Google ના એક ડિજિટલ પેમેંટ એપને આ અઠવાડિયે હટાવી દેવામાં આવી હતી. Google એ તેમાં કેટલીક સમસ્યાઓનું સમાધાન કર્યુ છે. Google કહ્યુ છે કે, ગૂગલ પેમાં આવેલી સમસ્યાઓને દૂર કરી દેવામાં આવી છે. તેનો મતલબ છે કે, આ પોતાના પ્રતિદ્વંદ્વી Phonepe, Paytm અને Amazon Pay ની સાથે ફરીથી મુકાબલો કરી શકશે.

એ આશા કરવામાં આવી છે કે, Google Pay માં સુધાર થવાથી UPI પેમેંટની સક્સેસ રેટમાં વૃદ્ધિ થશે. યૂઝર્સને એપ્પલના એપ સ્ટોર પરથી તેને ડાઉનલોડ કરવાનું હશે. જે યૂઝર્સની પાસે Google Pay પહેલાથી જ હાજર છે, તેને અપડેટ કરવાની જરૂરિયાત હશે.

UPI માટે રીસ્ટોર કરવુ પડશે બેન્ક એકાઉન્ટ

Google ના આ ડિજિટલ પેમેંટ એપમાં શું સુધાર કરવામાં આવ્યો છે. તેના વિશે કોઈ જાણકારી સામે આવી નથી, પરંતુ કંપની તરફથી કહેવામાં આવ્યુ છે કે, અમે પોતાના ગ્રાહકોને ફીડબેકના આધાર પર તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એપને અપડેટ કર્યા બાદ UPI માટે વપરાશ કરવામાં આવી બેન્કને ફરીથી રિસ્ટોર કરવાની હશે. યુપીઆઈ એકાઉન્ટને ફરીથી શરૂ કરવા માટે બેંક ખાતા સાથે સંકળાયેલ ફોન નંબર દાખલ કરવો પડશે. આ ઓથેન્ટિકેશનનું કારણ બનશે અને તે પછી તમે તમારી યુપીઆઈ શરૂ કરી શકો છો. જોકે, એપ્લિકેશનનો ઇન્ટરફેસ બદલાયો નથી. ચુકવણી બાદ ‘બેટર લક નેક્સ્ટ ટાઇમ’ વાળા સ્ક્રેચ કાર્ડ્સ દૂર કરવામાં આવ્યા છે.

થોડા દિવસ પહેલાં આવી હતી સમસ્યા

મહત્વનું છે કે, તાજેતરમાં ગૂગલ પે એપ્લિકેશનમાં ચુકવણી નિષ્ફળતાની સમસ્યા ઉભી થઈ હતી. જ્યારે ડિજિટલ પેમેન્ટ વ્યાપક ધોરણે થઈ રહ્યું છે, તો પછી આ સમસ્યાને હલ કરવી જરૂરી બને છે. ફેસ્ટિવ સિઝનમાં, ઓનલાઇન વેચાણ દરમિયાન, લોકો ઘર છોડવાનું પસંદ કરતા નથી, યુપીઆઈ ચુકવણી એ તેમના માટે શ્રેષ્ઠ માર્ગ છે. એનપીસીઆઈના ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં 180 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા હતા.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!