GSTV

Google Pay તમારા માટે લાવશે આ નવુ ફીચર, UPI ઉપરાંત મળશે આ પેમેન્ટ ઓપ્શન્સ

google

ભારતમાં ઑનલાઇન પેમેન્ટ અનુભવને વધુ સારો બનાવવા માટે દિગ્ગજ આઇટી કંપની ગૂગલની પેમેન્ટ સર્વિસ Google payએ કાર્ડ નેટવર્ક કંપની વીઝા અને એસબીઆઇ કાર્ડ સાથે આ પાર્ટનરશિપ કરી છે. તે બાદ Google pay યુઝર્સને ટોકેનાઇઝેશન સુવિધાનો લાભ મળી શકશે. Google pay એને NBAના બિઝનેસ હેડ સજિત શિવનંદને કહ્યુ, અમને આશા છે કે ટોકન સુવિધા વર્તમાન સમયમાં ઉપયોગકર્તાઓને સુરક્ષિતરૂપે ટ્રાન્જેક્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે અને ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે બિઝનેસ લેવડ-દેવડનો વિસ્તાર કરશે.

Google pay પર UPI ઉપરાંત અન્ય પેમેન્ટ ઓપ્શન

Google Pay

ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગૂગલ ફોર ઇન્ડિયા કાર્યક્રમમાં ટોકનાઇઝેશનની ઘોષણા કરવામાં આવી હતી. હવે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. Google pay હવે ફક્ત UPI પ્લેટફોર્મથી પૂર્ણ ટ્રાન્જેક્શનનું પ્લેટફોર્મ બની ગયુ છે. તેની પહેલા સંબંધિત બેન્કના UPIથી જ પેમેન્ટ થતુ હતું પરંતુ હવે ગ્રાહક પોતાનુ કાર્ડ તેમાં સેવ કર્યા બાદ UPI અને કાર્ડ બંનેથી પેમેન્ટ કરી શકશે.

કાર્ડ પર રહેલી 16 અંકોની સંખ્યા ગ્રાહકની ઓળખ હોય છે. વીઝા તેને 16 અંકોના રેન્ડમ નંબરમાં બદલીને વોલેટમાં સ્ટોર કરે છે. તે બાદ કસ્ટમર કાર્ડથી પેમેન્ટ કરવાનો પ્રયાસ કરે છે. તો વીઝા બિઝનેસને ઓરિજિનલ નંબર ન જણાવતા ટોકમ નંબર શેર કરે છે, તેનાથી પેમેન્ટ વધુ સુરક્ષિત બની જાય છે. તેનાથી સુનિશ્વિત થાય છે કે કાર્ડ નંબર છુપાયેલો છે.

Google payમાં આ કેવી રીતે કામ કરે છે?

Google Pay

Google payમાં વન ટાઇમ પાસવર્ડ એટલે કે ઓટીપીની મદદથી કાર્ડને ટોકન ફોર્મેટમાં સ્ટોર કરી શકાય છે. પેમેન્ટ કરવા માટે Google pay ઓપન કરો અને કાર્ડ ફોર ટ્રાન્જેક્શન સિલેક્ટ કરો. વન ટાઇમ પાસવર્ડથી પ્રમાણિત કરો અને પેમેન્ટ થઇ જશે. દર વખતે 16 અંકોનુ કાર્ડ, સીવીવી નંબર અને એક્સપાયરી ડેટ શેર કરવાની જરૂર નથી. તેનાથી ઓફલાઇન મર્ચેંટ પેમેન્ટ, બિલ અને ઇ-કોમર્સ પેમેન્ટ થઇ જાય છે અને તે સુરક્ષિત પણ રહે છે.

તેમાં ગ્રાહકોને પોતાના મોબાઇલ ફોનથી પેમેન્ટ કરવાનું છે જે NFC એનેબલ હોવુ જોઇએ. ભારતમાં ગ્રાહકો પાસે આવા મોબાઇલ ઘણા ઓછા હોય છે તેથી ભારતમાં ટોકન પેમેન્ટ હજુ વધુ નથી થતુ. Google payમાં એક ફાયદો એ છે કે કોઇપણ ભારત QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકે છે.

કેવી રીતે અને ક્યાં મળશે આ સુવિધાનો લાભ

ભારતમાં ડિજિટલ પેમેન્ટ સ્વીકાર કરનાર તમામ બિઝનેસ સંસ્થાઓમાં તેનો ઉપયોગ કરી શકાય છે. શરૂઆતમાં Axis બેન્ક અને SBIના કાર્ડધારક તેનો લાભ લઇ શકે છે. પથીથી તેને અન્ય બેન્કો સાથે પણ જોડવામાં આવશે. SBI બેન્ક પ્રમુખ ભાગીદાર છે તેથી ક્રેડિટ કાર્ડથી પણ ટ્રાન્જેક્શન ખુલી જશે. 25 લાખ બિઝનેસ પોઇન્ટ પર તેને સ્વીકાર કરી શકાય છે જેમાંથી 15 લાખમાં ભારત QR કોડ છે.

Google Pay તેનાથી UPI પ્લેટફોર્મથી સંપૂર્ણ રીતે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ બની જશે. કસ્ટમર ગૂગલ પે પર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકશે. તેનાથી ગૂગલ માટે બિઝનેસના નવા અવસર પણ પેદા થશે. સાથે જ ગૂગલ પે માટે નવુ મર્ચેન્ટ લોકેશન પણ ખોલશે. જો કે તે અનેક પાર્ટનરશિપના માધ્યમથી એપ પર મર્ચેન્ટ પેમેન્ટને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. ગૂગલ એક વ્યાપક નાણાકીય સેવાના ખેલાડી તરીકે ઉભરવા માગે છે.

Read Also

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!