GSTV
Gujarat Government Advertisement

ખુશખબર / હવે વિદેશથી પૈસા મંગાવવા આસાન, સેકન્ડોમાં જ Google ની આ એપ દ્વારા અમેરિકાથી ભારત મની થઇ જશે ટ્રાન્સફર

Last Updated on May 12, 2021 by Dhruv Brahmbhatt

Google એ હવે ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફર ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર માટે Google એ Wise અને Western Union Co ની સાથે પાર્ટનરશિપ કરી છે. આ ફીચરથી હવે અમેરિકાના યુઝર્સ ભારતમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે.

Google Pay ના અમેરિકન યુઝર્સ હવે આ એપની મદદથી ભારત અને સિંગાપુરના એપ યુઝર્સને પૈસા સેન્ડ કરી શકશે. કંપની તેને હજુ Wise સાથે મળીને અન્ય 80 દેશોમાં આવનારા સમયમાં ઉપલબ્ધ કરાવશે. આ સિવાય આ વર્ષના અંત સુધી Western Union સાથે મળીને બીજા દેશોમાં પણ તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

470 અરબ ડૉલરના મની ટ્રાન્સફર માર્કેટમાં Google પણ પોતાનું સ્થાન બનાવી રહી છે

470 અરબ ડૉલરના મની ટ્રાન્સફર માર્કેટમાં Google પણ પોતાનું સ્થાન બનાવી રહી છે. જેમાં વધારેમાં વધારે માર્કેટ કેપ્ચર કરવા માટે તે ડિજિટલ પેમેન્ટ સેક્ટર પર કામ કરી રહ્યું છે. લંડન સ્થિત કંપની Wise ને 2011માં લોન્ચ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફરને સસ્તું અને સરળ બનાવવાનું છે.

ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફરમાં Western Union માર્કેટ લીડર બન્યું છે. જેનોનું ગ્લોબલ નેટવર્ક ફિઝિકલ લોકેશન પર પણ ફેલ થયું છે. આ બંને કંપનીઓની પાર્ટનરશિપ હવે Google Pay ની સાથે થઇ છે. Google Pay પાસે 40 દેશોના 150 મિલિયન યુઝર્સ છે.

અંદાજિત મની ટ્રાન્સફરમાં 2019થી 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો

કોરોનાને કારણે ડિજિટલ પેમેન્ટમાં ખૂબ જ તેજી આવી છે. આ કારણોસર ડિજિટલ પેમેન્ટનું માર્કેટ ખૂબ જ વધ્યું છે. જો કે, અંદાજિત મની ટ્રાન્સફરમાં 2019થી 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. Google એ કહ્યું કે, કોવિડથી વધારે લોકો પ્રભાવિત થયા છે. અમે લોકો પેમેન્ટને વધારે સરળ બનાવવા માટે ફોકસ કરી રહ્યાં છીએ.

અમારો ધ્યેય Wise અને Western Union સાથે મળીને આ ફીચરને સપોર્ટ કરનારા દેશોમાં શરૂ કરવાનો છે. Ant Group, Samsung Electronics Co, Apple Inc and PayPal Holdings Inc પણ મોબાઇલ વોલેટ ઓફર કરે છે. આ તમામમાં હવે આ ફીચરના લોન્ચ બાદ Google Pay આગળ થઇ ગયું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!