GSTV
Gujarat Government Advertisement

Google Pay જણાવી રહ્યું છે એપથી ગત વર્ષે કેટલા પૈસા વાપર્યા, આખા વર્ષમાં કરેલી બચત અંગે પણ મળશે માહિતી

Google

Last Updated on January 2, 2021 by Mansi Patel

સ્પોટીફાઈ જેવી સર્વિસિસ દ્વારા યરલી રિવ્યૂનો ટ્રેન્ડ સેટ કરવામા આવ્યો. હવે ઘણી એપ્સે ‘યર-ઈન-રિવ્યૂ’ના ટ્રેન્ડને સ્વીકારી લીધો છે. ગૂગલના પેમેન્ટ પ્લેટફોર્મ Google Pay અથવા GPay પણ હવે તેમા સામેલ થઈ ચૂક્યું છે. ગૂગલ પેમાં તમે 2020ની સમરી જોઈ શકો છો. તેની ઘણી ડિટેલ્સ ગૂગલ પે પર આપવામા આવી છે. આ સાથે જ જણાવવામાં આવે છે કે તમે ગત વર્ષે કેટલો ખર્ચ કર્યો હતો.

કયા મહિને કેટલો ખર્ચ કર્યો તેની માહિતી પણ આપશે Google Pay

‘યર-ઈન-રિવ્યૂ’ વિકલ્પ ગૂગલ પે હોમ પેજ પર તમે જોઈ શકો છો. આ તમારા છેલ્લા ટ્રાન્જેક્શનની લિસ્ટની ઉપર જોવા મળશે, જેવું જ તમે આ ઓપ્શનને સિલેક્ટ કરશો કે તમને દેખાડવામા આવશે કે તમે કેટલા દિવસ ગૂગલ પે પર એક્ટિવ રહ્યાં છો. આ સાથે જ જુદા-જુદા કાર્ડ્સ થકી જણાવવામા આવશે કે એપની મદદથી તમે કેટલા સ્થાનિક બિઝનેસને સપોર્ટ કર્યો. આ સાથે જ ગત વર્ષે કયા મહિને કેટલા રૂપિયા વાપર્યા તેની માહિતી પણ શેર કરવામા આવશે.

વર્ષના અંતિમ દિવસોના ટ્રાન્ઝેક્શનને ધ્યાનમાં નહીં લેવાય

આ સાથે એક કાર્ડમાં તમને જણાવવામા આવશે કે Google Pay થકી તમે કેટલા ફ્રેન્ડ્ઝ સાથે ટ્રાન્ઝેક્શન કર્યું છે અને કેટલા રૂપિયાની આપ-લે કરી છે. એક કાર્ડ થકી તમને જણાવવામાં આવશે કે સમગ્ર વર્ષ દરમિયાન તમે કેશબેક થકી કેટલી બચત કરી હતી. એક કાર્ડ થકી તમને દરેક મહિનામાં કેટલો ખર્ચ Google Pay થકી કર્યો હોવાનો ગ્રાફ થકી જણાવવામાં આવશે. આ ડેટા 19 ડિસેમ્બર 2020 સુધીની તમારી એક્ટિવિટી પર આધારિત છે. જોકે તે પછી કરવામા આવેલા ટ્રાન્ઝેક્શનની આ રિવ્યૂમાં ગણતરી નહીં કરાય.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!