Google Payનો ઉપયોગ કરનારા યુઝર્સ વચ્ચે આજકાલ એક ખબર ચર્ચામાં છે કે તેમણે 2021થી મની ટ્રાન્સફર (Money Transfer) માટે ચાર્જ ચુકવવો પડશે, પરંતુ શું ખરેખર આવુ છે? તો તેનો જવાબ હા અને ના બંને છે. Google Payમાં મની ટ્રાન્સફર માટે 2021થી ચાર્જ તો ચુકવવો પડશે પરંતુ ફક્ત અમેરિકાના આ યુઝર્સને. ભારતના યુઝર્સે આ માટે કોઇ ચાર્જ ચુકવવાનો નથી. Googleએ તાજેતરમાં જ પોતાના એક રિપોર્ટમાં આ અંગે સ્પષ્ટતા કરી છે કે ભારતમાં યુઝર્સને પૈસા ટ્રાન્સફર કરવા માટે કોઇ ચાર્જ ચુકવવાનો નથી, તે ફક્ત અમેરિકન પ્લેટફોર્મ પર મની ટ્રાન્સફર માટે છે.

બંધ થઇ જશે Google Payનું વેબ પેજ
જણાવી દઇએ કે ગત અઠવાડિયે જ Googleએ એલાન કર્યુ હતું કે તે 2021માં Android અને iOS પર Google સાથે એક રી-ડિઝાઇન કરવામાં આવેલા Google Pay એપને લોન્ચ કરી રહ્યુ છે, યુઝર્સ હવે વેબ બ્રાઉઝર પર સર્વિસનો ઉપયોગ નહી કરી શકે.

Google Pay યુઝર્સને મોબાઇલ અથવા વેબ પેજ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. તાજેતરમાં જ કંપનીએ પોતાની વેબ એપને બંધ કરવાની ઘોષણા કરી છે. કંપની અનુસાર હવે લોકો પૈસા મોકલવા અથવા રિસિવ કરવા માટે pay.google.comનો ઉપયોગ નહી કરી શકે. મની ટ્રાન્સફર માટે ફક્ત Google Pay એપનો જ ઉપયોગ થઇ શકશે. સાથે જ Googleએ સ્પષ્ટતા કરી છે કે Google Payના સપોર્ટ પેજને પણ આગામી વર્ષે જાન્યુઆરીમાં બંધ કરી દેવામાં આવશે.

1.5 ટકા સુધી લાગશે ચાર્જ
કંપનીએ કહ્યું કે, જ્યારે તમે તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરો તો 1થી 3 દિવસનો સમય લાગે છે, ડેબિટ કાર્ડથી પેમેન્ટ તરત જ થઇ જાય છે. ડેબિટ કાર્ડથી પૈસા ટ્રાન્સફર કરવામાં 1.5 ટકા અથવા 3.1 ડોલરમાંથી જ વધુ હશે, તે ફી લાગુ થશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે Google Pay ઇન્સ્ટન્ટ ફંડ ટ્રાન્સફર પર પણ ચાર્જ લગાવશે. Googleના એક પ્રવક્તા અનુસાર, આ ચાર્જ અને ફ્રી અમેરિકા માટે વિશિષ્ટ છે અને તે ભારતમાં બિઝનેસ એપ માટે Google Pay પર લાગુ થાય છે.
સપ્ટેમ્બર 2019 સુધી, Google Payના વાર્ષિક આધાર પર 110 બિલિયન ડોલરની કુલ પેમેન્ટ વેલ્યૂ સાથે ભારતમાં 67 મિલિયન યુઝર્સ હતા. Google Pay ફોર બિઝનેસે જૂન 2020માં 3 મિલિયનથી વધુ મર્ચેંટ્સની ઘોષણા કરી હતી.
Read Also
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત