GSTV

જાણો ક્યાં કારણોથી યૂટ્યૂબ લગભગ એક કલાક રહ્યું બંધ

Last Updated on June 30, 2019 by Alap Ramani

વીડિયો શેયરિંગ વેબસાઈટ યૂટ્યૂબે ફરીથી કામ કરવાનું શરૂ કર્યું છે. જો કે યૂટ્યૂબના સર્વરમાં તકનીકી ખામીને કારણે તેના યૂઝર્સ લગભગ એક કલાક જેટલો સમય પરેશાન રહ્યા હતા. વીડિયો શેયરિંગ વેબસાઈટ યૂટ્યૂબ બુધવારે અચાનક બંધ થઈ ગઈ હતી. યૂટ્યૂબ એવી વેબસાઈટ છે કે જેના પર યૂઝર વીડિયો જોઈ શકે છે, રેટિંગ અને કોમેન્ટ પણ આપી શકે છે. તેની સાથે જ વીડિયો ક્લિપ પણ શેયર કરી શકે છે.

યૂટ્યૂબમાં ક્યાં પ્રકારની મુશ્કેલી ઉભી થઈ છે તેનો ખુલાસો થયો ન હતો. પરંતુ આખી દુનિયામાં યૂટ્યૂબ વેબસાઈટ ઠપ્પ થઈ હતી. દુનિયાની સૌથી મશહૂર વીડિયો વેબસાઈટ માટે આ એક ચોંકાવનારી બાબત હતી. યૂટ્યૂબે આ તકનીકી ગડબડ બાબતે એક નિવેદન પણ જાહેર કર્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું હતુ કે સાઈટ દુરસ્ત કરવા માટે ઝડપી કાર્યવાહી થઈ રહી છે. તેને ટૂંક સમયમાં ઠીક કરી લેવામાં આવશે.

આ વેબસાઈટમાં નાની-મોટી ખામીઓ ઘણીવાર જોવા મળે છે. પરંતુ સર્વર ડાઉન થવું મોટી ઘટના હતી. યૂટ્યૂબે અન્ય એક નિવેદનમાં જણાવ્યુ હતી કે મુશ્કેલી જણાવવા બદલ ધન્યવાદ. યૂટ્યૂબ ટીવી અને યૂટ્યૂબ મ્યુઝિક એક્સેસમાં મુશ્કેલી પડી હતી. યૂટ્યૂબે તકનીકી ખામી બદલ દિલગીરી પણ વ્યક્ત કરી છે.

 

Related posts

સુવિધા/ કોઈ પણ બિમારીની સલાહ માટે ડોક્ટરને ત્યાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી, હવે વોટ્સએપ પર મળશે ડોક્ટર

Pravin Makwana

હદ છે યાર/ લખનઉમાં ચોર ટોળકીએ ખતરનાક પ્લાન બનાવી વિમાનના ટાયર ચોરી લીધા, પોલીસને જાણ થતાં હોબાળો મચી ગયો

Pravin Makwana

મહામારી/ આ છે Omicron Variantના 3 સૌથી મોટા લક્ષણો, કોરોનાના અન્ય સ્ટ્રેનથી બિલકુલ અલગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!