GSTV
Auto & Tech Trending

તમારો પાસવર્ડ કેટલો સુરક્ષિત? Googleનું આ ફીચર કરશે મદદ

શું તમે સમયાંતરે પોતાના પાસવર્ડ બદલો છો? નહીં. કારણકે ઝડપી દોડધામભર્યા જીવનમાં કોઈની પાસે આટલો સમય નથી કે તેઓ પોતાના પાસવર્ડ પર ધ્યાન આપે. પરંતુ આવુ ના કરવાની બાબત તમને મોંઘી પડી શકે છે અને તમારું એકાઉન્ટ હેક થઇ શકે છે. જોકે, આ મામલામાં ગૂગલ તમારી મદદ કરી શકે છે. ગૂગલના ક્રોમ બ્રાઉઝર પર હાજર એક ફીચરનો ઉપયોગ કરીને તમે સુરક્ષિત રહી શકો છો. આ ફીચરનું નામ ગૂગલ પાસવર્ડ ચેક છે.

ગૂગલ ક્રોમની પાસે પહેલાથી જ પાસવર્ડ મેનેજમેન્ટ સપોર્ટ સિસ્ટમ છે, જેનો અર્થ છે કે તમે ક્રોમનો ઉપયોગ કરીને પાસવર્ડ અને યૂઝરનેમ જનરેટ, સ્ટોર અને અપડેટ કરી શકો છો. જેના માટે તમારે સેટિંગમાં જવુ પડશે અને પાસવર્ડ બૉક્સ પર ક્લિક કરવુ પડશે. ગૂગલ પાસવર્ડ ચેકઅપ ફીચર સેકન્ડ લેયર તરીકે કામ કરે છે અને તમને જણાવે છે કે તમારે પાસવર્ડમાં ફેરફાર કરવો જોઈએ કે નહીં.

કયો પાસવર્ડ સુરક્ષિત છે અને ક્યો નહીં, જેની માહિતી મેળવવા માટે ગૂગલ એન્ક્રિપ્ટેડ ડેટાબેસનો ઉપયોગ કરે છે. તેથી આ પ્રક્રિયા દરમ્યાન કોઈ પણ પર્સનલ ડેટા લીક થતો નથી. જો ગૂગલની પાસે પાસવર્ડનો કોઈ મેચ મળે છે, તો આ પાસવર્ડમાં ફેરફારની સૂચન આપે છે.

ગૂગલે પોતાના એક બ્લોગમાં એક માહિતી આપી હતી કે જ્યારે પણ તમે કોઈ સાઈટ પર લૉગઈન કરો છો અને તમારો પાસવર્ડ અથવા યૂઝરનેમ એવા 400 કરોડ પાસવર્ડ અથવા યૂઝરનેમમાં સામેલ છે, જે અસુરક્ષિત છે તો ગૂગલ તમને પાસવર્ડમાં ફેરફારની સૂચન આપે છે.

પરંતુ આ બાબતનુ ધ્યાન રાખો કે ફક્ત એક એક્સટેન્શન દ્વારા તમે પોતાની ઑનલાઈન આદતોને સુરક્ષિત બનાવી શકતા નથી. જેના માટે તમારે સમયાંતરે પોતાના પાસવર્ડમાં ફેરફાર અને ટૂ ફેક્ટર ઑથેન્ટિકેશનને એનેબલ કરવુ પડશે. ગૂગલ પાસવર્ડ ચેકઅપ ટૂલને ઈન્સ્ટૉલ કરવા માટે તમારે ક્રોમના એક્સટેન્શન પેજ પર જવુ પડશે.

READ ALSO

Related posts

લાંબા સમય સુધી સૂર્યના કિરણોના સંપર્કમાં રહેવાથી ટેનિંગની સમસ્યા થઇ શકે છે, તેને દૂર કરવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

Drashti Joshi

સ્વાસ્થ્ય અને સંપત્તિનો ખજાનો માનવામાં આવતું આ રત્ન અદ્દભુત, જાણો તેને ધારણ કરવાની વિધિ

Hina Vaja

રાત્રે સુતા પહેલા ફોલો કરો આ સ્કિન કેર રૂટિન, ત્વચા હાઈડ્રેટેડ રહેશે તેમજ ચહેરાને મળશે પ્રાકૃતિક સૌંદર્ય

Drashti Joshi
GSTV