મોટી સંખ્યામાં સ્માર્ટફોન યૂઝર્સ વધારે કિંમત પર આવનાર ડિવાઈઝ ખરીદે છે, અથવા અપડેટ કરે છે. ઉપકરણ નિર્માતા કંપનીઓ પોતાના ગ્રાહકોને લોન્ગ-ટર્મ પેમેંટ વિકલ્પ ઉપલબ્ધ કરાવવા માટે ક્રેડિટ કાર્ડ કંપનીઓ અને બેન્કોથી ટાઈ-અપ કરે છે. તેનાથી તેમના માટે પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવું સરળ થઈ જાય છે. જોકે, આ ઉચ્ચ સ્તરીય સ્માર્ટફોન્સના ઘણા યૂઝર્સ રીપેમેંટ પર ડિફોલ્ટ રહે છે અથવા વિવિધ કારણોથી ચૂકવણી કરવામાં વિફળ રહે છે. ત્યારબાદ ક્રેડિટર રિકવરીના ઉપાયોનો સહારો લે છે.
ફંક્શન બ્લોક કરવાની મંજૂરી
હવે ઈન્ટરનેટની દિગ્ગજ કંપની Google કથિત રીતે એક એવી એપ લાવી છે જે બેન્ક અથવા ક્રેડિટ કાર્ડ કંપનીઓને ડિફોલ્ડના મામલામાં ફોનના કેટલાક ફંક્શન બ્લોક કરવાની મંજૂરી આપે છે. આ એપ્લિકેશનને ડિવાઈસ લોક કંટ્રોલર કહેવામાં આવે છે અને Google LLc લેબલની હેઠળ તેને પ્લે સ્ટોર પર સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે.
કેરિયર ડિવાઈસને લોક કરી શકે
રિપોર્ટ્સ પ્રમાણે જો યૂઝર્સ કોઈ હપ્તાની ચૂકવણી કરવાથી ચૂકી જાય છે તો આ એપ બેન્ક અથવા ક્રેડિટ કાર્ડ કંપનીઓને ડિવાઈસ લોક કરવા અથવા કેટલા ફંક્શન્સને બંધ કરવાની મંજૂરી આપી શકે છે. XDA ડેવલપર્સે ગૂગલના પ્રવક્તાના હવાલાથી કહ્યું છે કે, એપને કેન્યાઈ કેરિયર સફારીકોમની સાથે મળીને લોન્ચ કરવામા આવી હતી. ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, સફારીકોમના નવા લિપા એમડોગો નાણા પ્લાન કેન્યાઈ લોકોને નવો એન્ડ્રોયડ GO Edition સ્માર્ટફોન ખરીદવાની મંજૂરી આપે છે. આ વ્યાજબી હપ્તા પર મળશે, પરંતુ સફારીકોમના સવાલ-જવાબ સેક્શનમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ યૂઝર સમય પર હપ્તો આપવાથી ચૂકી જાય છે, તો આ કેરિયર ડિવાઈસને લોક કરી શકે છે. પેમેંટની અંતિમ તારીખ બાદ ચાર દિવસ પસાર થવા પર ડિવાઈસ લોકની જોગવાઈ છે.
ગૂગલ ટાઈ-અપ કરશે?
Google એ કહ્યું છે કે, આ એપ્લિકેશનને પ્લે સ્ટોર પર ભૂલથી નાખી દેવાઈ, Google એ પુષ્ટી કરી છે કે, ડિવાઈસ લોક નિયંત્રક એપને Google Play Store પર લિસ્ટેડ કરવી જોઈએ નહી. એ જોવાનું છે કે, શું ભારતમાં ક્રેડિટ કાર્ડ કંપનીઓ અથવા બેન્કોની સાથે આ પ્રકારના એપને લઈને ગૂગલ ટાઈ-અપ કરશે?
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ