GSTV

Airtel Xstream ની યુઝર્સ માટે શાનદાર ઓફર, કનેક્શન સાથે આટલી ઓછી કિંમત પર મળશે Google નેસ્ટ મિની સ્માર્ટ સ્પીકર

એરટેલ એક્સસ્ટ્રીમ યૂઝર્સ માટે એક નવી ઓફર લઈને આવ્યું છે. આ કલેક્શનની સાથે Google નેસ્ટ મિની સ્માર્ટ સ્પીકરને લઈને 1,699 રૂપીયાના ડિસ્કાઉન્ટ ભાવે આપવામાં આવશે. એરટેલે પોતાના યૂઝર્સ માટે 2,249 રૂપીયાના ડિસ્કાઉન્ટ ભાવ પર બોક્સની પેશકશ પણ આપી રહી છે.

Google Nest Mini ઓફર માત્ર તેવા ગ્રાહકો માટે અમલમાં છે જે 8 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે Airtel Xstream બોક્સને એક્ટિવ કરે છે. આ ગ્રાહકો Google Nest Mini પર 2,800 રૂપીયાની છૂટ માટે એક કૂપન કોડ મળશે. આ કૂપન કોડ એરટેલ એક્સસ્ટ્રીમ એક્ટિવેટ થયાના 7 દિવસની અંદર યુઝર્સને SMSના માધ્યમથી મોકલી દેવામાં આવશે. સાથે જ આ કૂપન માત્ર 29 ફેબ્રુઆરી 2020 સુધી જ માન્ય રહેશે. Google Nest Mini Google હોમનું મિનીનું અધુનિક સંસ્કરણ છે. જેની કિંમત 4,499 રૂપીયા છે અને ‘ચાક’ અને ‘ચારકોલ’ના બે રંગરૂપમાં આવે છે.

બીજા ઓફર હેઠળ એરટેલ થેન્ક્સ ગ્રાહક 2,243 રૂપીયાના ડિસ્કાઉન્ટ કિંમત પર એરટેલ એક્સટ્રીમ બોક્સ મેળવી શકે છે. જો કે, આ દરખાસ્ત દિલ્હી-NCR, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ, પુણે, કોલકાતા અને મેરઠ જેવા કેટલાક શહેર સુધી જ સીમિત છે. એરટેલ થેન્ક્સ ગ્રાહકને તેમના રિચાર્જ/સદસ્યતા યોજનાઓના આધાર પર વિવિધ સ્તરમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, પરંતુ આ ઓફર માત્ર Airtel થેન્ક્સ ગિવિંગ ગ્રાહક માટે છે.

ઉલ્લેખનીય છે કે, Airtel Xstream બોક્સ મૂળભૂત રીતે 3,999 રૂપીયામાં વેચાઈ છે. જેને ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનમાં એન્ડ્રોઈડ પાઈ, વાઈ-ફાઈ અને બ્લૂટૂથ કનેક્ટિવિટીની સાથે એક નવું સેટ-ટોપ-બોક્સના રૂપમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. Airtel Xstream બોક્સ DTH ચેનલ અને OTT પ્લેટફોર્મ જેવા Netflix અને Amazon Prime વીડિયોને પણ સપોર્ટ કરે છે.

READ ALSO

Related posts

કૃષિ બિલને લઈને આઈ.કે.જાડેજાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

અમેરિકાના એક શહેરનું નામ છે સ્વસ્તિક/ વિરોધ થતાં શહેરીજનોએ બતાવી દરિયાદિલી, મતદાન થતાં પરિણામ તમને ચોંકાવી દેશે !

Pravin Makwana

IPL 2020: રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ લાચાર, મેચ નિરસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!