GSTV

Google Meet માં આવી રહ્યુ છે યુઝર્સના કામનું ફીચર્સ, આ મુશ્કેલીઓને સરળતાથી કરી શકશો સોલ્વ

Google

Google Meet એ પોતાની મીટિંગ એપ ગૂગલ મીટ પર નવુ ફીચર જાહેર કર્યુ છે. નોયસ કેન્સલેશનનો ઓપ્શન તેમાં પણ આપવામાં આવ્યો છે. Google Meet ના એન્ડ્રોયડ અને iOS એપ પરથી તેને ડાઉનલોડ કરી શકાય છે, પરંતુ ધ્યાન રહે કે, પોતાની એપ અપડેટ કરવા માટે અત્યારે તમે જલ્દી ન કરો. જો તમે G સૂટ એન્ટરપ્રાઈઝ અથવા એજ્યુકેશન માટે G સૂટ એન્ટરપ્રાઈઝ છે, તો Google Meet એપ અપડેટ કરવા માટે જલ્દી કરવી જોઈએ નહી.

ફીચર બાય ડિફોલ્ટ ઓફ થઈ જશે

G સૂટ ટાયર માટે હાલમાં વીડિયોમા આવી રહેલી અવાજમાં ન જોતી નોયસને સાફ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. આગામી અઠવાડિયમાં આ ફીચર બધા માટે ઉપલબ્ધ થઈ જશે. Google કહ્યું છે કે, આ ફીચર બાય ડિફોલ્ટ ઓફ થઈ જશે. તેને ફરીથી ઓન કરવુ પડશે.

  • તે માટે કોલ સેટિંગ મેન્યૂમાં ગયા બાદ ઓડિયમાં જવું પડશે.
  • ત્યારબાદ નોયસ કેન્સલેશન ઓન કરી દેવાનું રહેશે ત્યારે આ ફીચર ફરીથી શરુ થઈ જશે.

નિશ્વિત રૂપથી આ ફીચરના આવવાથી Google Meet પર મીટિંગ્સમાં પરેશાનીનો સામનો કરવો પડશે. ન ગમતા અવાજને તેનાથી હટાવી શકાશે અને મીટિંગ સુચારુ રુપથી ચલાવવામાં પણ સરળતા રહેશે.

સમસ્યાને ખત્મ કરવાનો પણ પ્રયાસ

મીટિંગ દરમિયાન બહારથી ટ્રાફિકનો અવાજ આવવો, પાડોશીઓના ઘરમાંથી અવાજ અથવા એરકંડિશનર વગેરેનો અવાજ આવે છે અને વર્ક ફ્રોમ હોમ દરમિયાન તો આ સામાન્ય વાત થઈ ગઈ છે. એવામાં નોયસ કેન્સલેશનનો વિકલ્પ આપીને ગૂગલે મીટિંગ્સમાં આવનારી સમસ્યાને ખત્મ કરવાનો પણ પ્રયાસ કર્યો છે.

ઓટોમેટિકલી હટાવવામાં ઘણી મદદ

Google Meet ના આ ફીચરને ઓપન કર્યા બાદ તમારુ કામ ખતમ થઈ જાય છે. ત્યારબાદ મીટિંગમાં તમારી અવાજ સિવાય આવતા બીજા અવાજોને આ પોતાની રીતે ખતમ કરી દેશે. બહારના અવાજોને આ ઓપ્શનથી ઓટોમેટિકલી હટાવવામાં ઘણી મદદ મળશે. આગામી કેટલાક અઠવાડિયા અથવા કેટલાક દિવસમાં આ ફીચર બધા માટે ઉપલબ્ધ થઈ જશે અને મીટિંગમાં નોયસની સમસ્યા પણ ખતમ થઈ જશે.

READ ALSO

Related posts

રોકની ખામી? આ સ્ટાર્ટ-અપ આપી રહ્યુ છે UPI પર ‘Scan now એન્ડ Pay Later’ નો ઓપ્શન

Ankita Trada

VIDEO: જેને પણ માસ્ક નકામુ લાગતું હોય તેણે આ વીડિયો એક વખત જોઈ લેવો !

Pravin Makwana

શ્રેય અગ્નિકાંડ બાદ પણ તંત્ર ઉંઘમાં, અમદાવાદમાં હજુ 500 હોસ્પિટલમાં ફાયર એનઓસી બાકી, હોટલ અને ટ્યુશન ક્લાસીસનો આંકડો તો…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!