GSTV

Google Mapsમાં જોડાશે નવું ‘કોવિડ લેયર’, જણાવશે કયાં એરિયામાં છે Coronaનાં કેટલાં મામલાઓ

Corona

કોરોના ચેપના નવા કેસો રોકાવાનું નામ નથી લઈ રહ્યા. દરમિયાન, ટેક જાયન્ટ ગૂગલે તેની લોકપ્રિય મોબાઇલ એપ્લિકેશન ગૂગલ મેપ્સ માટે એક નવા ફીચરની જાહેરાત કરી છે. ગૂગલ મેપ્સ(Google Maps)ની આ નવી સુવિધાને ‘કોવિડ લેયર’ નામ આપવામાં આવ્યું છે.ગૂગલના જણાવ્યા મુજબ, આ સુવિધા યુઝર્સને કોઈ એરિયામાં કોવિડ -19 ના કેસની સંખ્યા જેવી મહત્વપૂર્ણ માહિતી બતાવશે. આનાથી યુઝર્સે તે વિસ્તારમાં જવું જોઈએ કે નહીં તે નિર્ણય લેવામાં મદદ મળશે.હાલમાં, રોગચાળો વિશ્વભરમાં રોકાનામો નામ નથી લઈ રહ્યો અને ભારત કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંનો એક છે. દરમિયાન, ગૂગલ આ નવી સુવિધાને ફક્ત Android અને iOS બંને માટે જ રજૂ કરશે.

‘કોવિડ લેયર’ ફીચર કેવી રીતે કાર્ય કરશે?

ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે યુઝર્સ ગુગલ મેપ્સ (Google Maps)ખોલી શકે છે અને તેમાં ડેટા જોઈ શકે છે. આ માટે, તેમને સ્ક્રીનના ટૉપ રાઈટ હેન્ડ કોર્નર પર લેયર્સ બટનને ટેપ કરવું પડશે. આ પછી, તેઓએ ‘કોવિડ -19 ઈન્ફો’ પર ક્લિક કરવાનું રહેશે. આ સુવિધા યુઝર્સને જોઈ રહેલા નકશા માટે 100,000 લોકો દીઠ સરેરાશ સાત દિવસના નવા કોવિડ કેસ બતાવવામાં આવશે, અને કોરોના કેસો ટ્રેન્ડ થઈ રહ્યા છે કે કેમ તે સૂચવવા માટે એક લેબલ પણ હશે. આ ડેટા તે તમામ સ્થળોએ દેખાશે જ્યાં ગૂગલ મેપ્સ (Google Maps)સપોર્ટ હાજર છે.

કોઈ નિશ્ચિંત એરિયા માટે કોવિડ-19 કેસોના ડેટા ગૂગલ અલગ-અલગ સોર્સ પાસેથી કલેક્ટ કરશે. તેમાં Johns Hopkins, New York Times અને Wikipedia સામેલ થશે. આ સ્રોતો જાહેર આરોગ્ય સંસ્થાઓ જેવા કે વિશ્વ આરોગ્ય સંસ્થા, સરકારી આરોગ્ય મંત્રાલયો અને રાજ્ય અને સ્થાનિક આરોગ્ય એજન્સીઓ અને હોસ્પિટલોમાંથી ડેટા મેળવે છે.

READ ALSO

Related posts

સી પ્લેનના પ્રોજેક્ટને સફળ કરવામાં 3 વર્ષ પહેલા શરૂ કરેલી રિવફ્રન્ટ પરની આ રાઈડ બંધ થવાની શક્યતા

Pravin Makwana

ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સહાએ આશ્ચર્યજનક રેકોર્ડ હાંસલ કર્યો, પ્લેઓફની રેસમાં SRH

Mansi Patel

વીએસ હોસ્પિટલની બેદરકારી/ છેલ્લા બે મહિનાથી હડકવાની રસી જ નથી, કોંગ્રેસ ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આરોપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!