કોઈ સંબંધીને ઘરે બોલાવવા હોય કે કોઈ નવી જગ્યા પર જવું હોય ત્યારે આપણે ઈન્ટરનેટની મદદથી લોકેશન શેર કરે છે. એવામાં ક્યારેક ઈન્ટરનેટનો ડેટા પૂરો થઈ જાય અથવા તો ઈન્ટરનેટ કવરેજ એરિયાથી દૂર થઈ જાય તો તમે શું કરશો. આવો જાણીએ GOOGLE MAPSની એવી ખાસ ટ્રિક્સ અંગે.

મોબાઈલ ફોનમાં ઈન્ટરનેટની ગેરહાજરી પર યુઝર્સે સૌ પ્રથમ પોતાના ફોનમાં GOOGLE MAPS એપ ખોલવાની રહેશે. ત્યારબાદ યુઝર GOOGLE MAPSમાં પોતાનું લોકેશન નાખે. તેના માટે કોલોનીની નામ, બ્લોક અને આસ-પાસ હાજર લેન્ડમાર્કનો સહારો લઈ શકે છએ.

ઉદાહરણ તરીકે જો યુઝર દિલ્હીના મુખર્જીનગરમાં હોય તો તે શેરી નંબર અથવા બ્લોકને GOOGLE MAPS પર ખોલે. ત્યારબાદ કોઈ લેંડમાર્ક પર પહોંચી જાય જે GOOGLE MAPS પર દેખાઈ રહી છે. આમ કર્યા બાદ GOOGLE MAPS પર દેખાતા લેન્ડ માર્ક પર થોડી વાર ટેબ કરતા રહો. એવું કરવાથી તે લોકેશન પર લાલ રંગનું ડોટ બની જશે.
ત્યારબાદ ફોનની સ્ક્રિન પર નીચે તરફ 4 વિકલ્પ આવશે. જેમાંથી એક શેર કરવું પડશે. વગર ઈન્ટરનેટે લોકેશન શેર કરવા માટે SHARE નો ઓપ્શન પસંદ કરો. ત્યારબાદ ટેક્સ્ટ મેસેજ પસંદ કરો. ત્યારબાદ સંબંધી, મિત્ર અથવા જે તમારું લોકેશન માંગે છે તેને લોકેશન મોકલો. આમ કરવાથી તમારું લોકેશન એક વ્યક્તિ સુધી પહોંચી જશે અને તે તમને શોધી શકે છે.

ઈન્ટરનેટ વગર પણ રસ્તો બતાવે છે
GOOGLE MAPS સ્ક્રિન પર લાલ રંગનું ડોટ આવ્યા બાદ નીચેની તરફ આપવામાં આવેલ ડાયરેક્શનનો ઉપયોગ કરી શકો છો. જો કે, તેમાં ધ્યાન આપવાની બાબતે એ છે કે, GOOGLE MAPS માત્ર તે જ સ્થળ સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે જે પહેલાથી GOOGLE MAPSમાં સેવ હોય. આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ અમે તમને સલાહ આપીએ છીએ કે તમે નવા જગ્યા જતા પહેલા તે જગ્યાનો મેપ જરૂરથી ડાઉનલોડ કરી લ્યો. જણાવી દઈએ કે તે માત્ર રસ્તો બતાવશે નેવિગેટ નહિં કરે.
READ ALSO
- નગર પાલિકા રિઝલ્ટ/ સતત જીત તરફ આગળ વધી રહ્યું છે ભાજપ, જાણો કઇ નગરપાલિકામાં કેસરિયો લહેરાયો
- LIVE: જિલ્લા પંચાયત, ન પાલિકા
- રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ મતગણતરી શરુ, ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાં કોની રહેશે પક્કડ, સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ આગળ
- કંગના રાણાવતે પોતાના જન્મને લઇ કર્યો મોટો ખુલાસો, જયારે ઘરેમાં પેદા થઇ હતી બીજી છોકરી