Google ની એક એપએ 500 મિલિયન ઇન્સ્ટોલનો આંકડો પાર કરી લીધો છે. ગૂગલ પ્લે સ્ટોર પર આ એપને અત્યાર સુધી 500 મિલિયનથી પણ વધારે યુઝર્સ ઇન્સ્ટોલ કરી ચૂક્યાં છે. આ એપનું નામ છે Google Lens. જેને 3 વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવી હતી. ગૂગલ લેન્સ એક એવી એપ છે કે જેને અંડર ધ હુડ વધારે કામ કર્યું છે અને જેના વિશે લોકોને વધારે જાણકારી નથી. વર્ષ 2018થી જ આ એપએ પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. જેનું પરિણામ એ આવ્યું કે, આ એપએ 500 મિલિયન ઇન્સ્ટોલેશન દાખલ કર્યાં છે.
Google Lens નો ઉપયોગ રિયલટાઇમમાં મેપ્સ અને સાઇનપોસ્ટ માટે
તમને જણાવી દઇએ કે, ગૂગલ લેન્સનો ઉપયોગ રિયલટાઇમમાં મેપ્સ અને સાઇનપોસ્ટ માટે કરવામાં આવે છે. તે QR કોડને સ્કેન, ઇક્વેશન સૉલ્વ કરવું અને શોપિંગ દરમ્યાન આપની માટે બેસ્ટ ડીલ લાવવા જેવાં કામ કરે છે. ગૂગલ લેન્સ આપની માટે ઘણું બધું કરી શકે છે.

શું છે Google Lens?
આ એક એવી એપ છે કે જે ડાયરેક્ટ આપના એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો કેમેરો ખોલી દે છે. ત્યાર બાદ આપ જે પણ ચીજ પર આપના કેમેરા લગાવશો, તે તેના વિશેની આપને જાણકારી પ્રદાન કરશે. આ ગૂગલ આસિસ્ટન્ટ સાથે કામ કરે છે. યાદીમાં લેન્ડમાર્ક, જગ્યા, છોડ, જાનવર તેમજ પ્રોડક્ટ્સ. ગૂગલ લેન્સ આપને તમામ પ્રકારની જાણકારી આપે છે.

ગૂગલ લેન્સ ફોન પર પણ પ્રી ઇન્સ્ટોલ એપ્સની જેમ જ કામ કરે છે. વધારે લોકો આ એપને પ્લેસ્ટોર પરથી જ ડાઉનલોડ કરે છે. કેટલાંક ફીચર્સ સમયની સાથે ગૂગલ કેમેરા એપમાં પણ આવી ગયા પરંતુ જો યુઝર્સ લેન્સના કેટલાંક અલગ ફીચર્સ ઇચ્છે છે તો તેઓએ પ્લેસ્ટોર પરથી આ એપને ડાઉનલોડ કરવાની રહેશે.
READ ALSO :
- LIVE: જીત બાદ રૂપાણી ખીલ્યા/ કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નહીં એવા છે પરિણામો, રૂપાણીએ કહ્યું ગુજરાતની પ્રજાએ ઉત્સાહથી સફાયો કર્યો
- મોટા સમાચાર/ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપી દીધું રાજીનામું, ગુજરાતમાં ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી
- ભાજપની બલ્લે બલ્લે/ કોંગ્રેસના ગઢમાં મસમોટુ ગાબડું, આ 3 ધારાસભ્યોના પુત્રોની ભૂંડી હાર
- તાલુકા પંચાયત રિઝલ્ટ/ 2,500 સીટો પર ભાજપનો દબદબોઃ કોંગ્રેસ 900ની પાર તો આપને મળી 24 બેઠકો, 3 વાગ્યા સુધીની અપટેડ
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31માંથી 31 પર ભાજપનો ભગવો, મહાનગર પાલિકા પછી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો સફાયો