GSTV

ગૂગલે “ટાઈટન સિક્યોરીટી કી” નામનું નવું ફિચર્સ કર્યું લોન્ચ, જાણો શું છે તેની ખાસિયત

દુનિયાભરમાં ઓળખાતું “ગૂગલ” હંમેશા પોતાની અવનવી ટેકનોલોજી સાથે અપગ્રેડ થતું રહેતું હોય છે. હવે આ જ પ્રકારે કંપની દ્વારા એક સિક્યોરીટી કી લોન્ચ કરવામાં આવી છે.

ગૂગલ દ્વારા લોન્ચ કરાયેલી આ સિક્યોરીટી કી ઓનલાઈન થતા સાઈબર એટેકથી બચવા ખુબ મદદરૂપ થશે. જો કે હાલમાં આ સુવિધા શરૂઆતી સમયમાં કલાઉડ કસ્ટમર્સ માટે ઉપલબ્ધ થશે અને તેનું વેચાણ ટુંક જ સમયમાં ગૂગલ સ્ટોર મારફતે કરવામાં આવશે.

ગૂગલે આ ટાઈટન સિક્યોરીટી કીના વેરિએન્ટ લોન્ચ કર્યા છે. જેમાં એક ડિવાઈસ બ્લુટુથ અને NFCને સપોર્ટ કરશે અને ડિવાઈસમાં USB પોર્ટ આપવામાં આવશે જે કમ્પ્યુટર અને લેપટોપ માટે હશે.

રિપોર્ટ મુજબ, ગૂગલ ઓફિશિયલ સિક્યુરિટી કીના કારણે ૧ વર્ષમાં ૮૫ હજાર ગુગલના કર્મચારીઓ ફિશિંગ એટેકથી બચ્યા છે.ગૂગલ કલાઉડના પ્રોડક્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટર જેનિફર લીને પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે, “અમે પહેલાથી જ સલામતી માટે સિક્યોરીટી કીના ઉપયોગ માટે તરફેણ કરતા આવ્યા છીએ, જેમાં કલાઉડ એડમીન આ માધ્યમથી સાઈબર એટેકથી બચી શકે છે”.

આ ડિવાઈસ સામાન્ય પેન ડ્રાઈવ જેવું જ લાગે છે અને આ ટુ સ્ટેપ વેરિફિકેશનની જેમ જ હોય છે. આ કીને તમે ઓનલાઈન ખરીદી શકો છો અને જેની કિમત ૧૫૦૦ રૂપિયાથી શરૂ થાય છે.આ સિક્યોરિટી કીને તમે ત્યાં વાપરી શકો છો, જે એકાઉન્ટમાં સિક્યોરીટી કી નો ઓપ્શન જોડાયેલો હોય છે. આ ઉપરાંત ફેસબુક સાથે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

આ માટે હશે ટુ સ્ટેપ વેરિફિકેશન :-

આ એક એક્સ્ટ્રા સિક્યોરીટી ફિચર્સ છે. જેમાં એકાઉન્ટમાં લોગ ઇન કરતા પહેલા માત્ર પાસવર્ડ જ નહી પણ એક પીનની પણ જરૂર હોય છે. ત્યારબાદ જ તમે આ કીને કોઈ પણ ડિવાઈસ સાથે એક્સેસ કરી શકો છો.

આ રીતે કરી શકાશે ઉપયોગ :-

ગૂગલ સિક્યોરીટી કીને તમારા અકાઉન્ટ સાથે એડ કરવાની હોય છે. જેમ કે,તમે ફેસબુક સાથે સિક્યોરીટી કીને જોડી લીધું છે તો આઈડી અને પાસવર્ડ બાદ તમારે કમ્પ્યુટરમાં સિક્યોરીટી કી લગાડવાની રહેશે. એટલે જો કોઈને તમારો પાસવર્ડ ખબર હશે તો પણ એ તમારું અકાઉન્ટ ખોલી શકશે નહી.

Related posts

VIVO માર્કેટનો સૌથી પાતળો 5G PHONE લોન્ચ કરવાની તૈયારીમાં, ભારતમાં હશે તેની આ કિંમત

Karan

હવે યૂઝર્સ ફોનકોલ્સનું કારણ પણ જાણી શકશે, Google કરી રહી છે આ મોટી તૈયારી

Ankita Trada

Samsung લોન્ચ કરશે એકદમ સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!