GSTV
Gujarat Government Advertisement

હવે Mapsમાં પણ બતાવશે કયા વિસ્તારમાં છે Coronaના કેટલા કેસ, Google શરૂ કરી નવી ‘કોવિડ લેયર’ સર્વિસ

Corona

Last Updated on September 28, 2020 by Arohi

કોરોના (Corona) સંક્રમણના નવા કેસોની સંખ્યા રોકાવવાનું નામ નથી લઈ રહ્યા. આ વચ્ચે ટેક દિગ્ગજ ગુગલે પોતાના લોકપ્રિય મોબાઈલ એપ ગુગલ મેપ્સ માટે એક નવા ફિચરની ઘોષણા કરી છે. ગુગલ મેપ્સ માટે નવા ફિચરને ‘કોવિડ લેયર’નું નામ આપવામા આવ્યુ છે.

ગુગલે જણાવ્યા અનુસાર આ ફીચર યુઝર્સને એક એરિયામાં કોવિડ-19ના મામલાની સંખ્યા જેવી મહત્વપૂર્ણ જાણકારી આપશે. તેનાથી યુઝર્સને એ નક્કી કરવામાં મદદ મળશે કે તેમને એજ એરિયામાં જવું જોઈએ કે નહીં.

Corona

હાલ દુનિયાભરમાં મહામારી રોકાવવાનું નામ નથી લઈ રહી અને ભારત કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાંથી એક છે. આ વચ્ચે ગુગલ એક નવા ફિચરને એન્ડ્રોયડ અને ios બન્ને માટે લોન્ચ કરવા જઈ રહ્યું છે.

 ‘કોવિડ લેયર’ ફિચર કઈ રીતે કશે કામ?

ગુગલે પોતાના બ્લોગ પોસ્ટમાં કહ્યું કે યુઝર્સ ગુગલ મેપ્સ ઓપન કરી તેમાં ડેટા જોઈ શકે છે. તેના માટે તેમને સ્ક્રીનના ટોપ રાઈટ હેન્ડ કોર્નર પર હાજર લેયર્સ બટનને ટેપ કરવાનું રહેશે. તેના બાદ તેમને ‘કોવિડ-19 ઈન્ફો’ પર ક્લિક કરવાનું રહેશે.

આ ફિચર યુઝર્સને જે મેપને તે જોવે છે તે એરિયાના પ્રતિ 100,000 લોકો પર સાત-દિવસના નવા કોવિડ મામલાનો સરેરાશ દર્શાવવામાં આવશે અને આ એક લેવલ પણ હશે જે એ જણાવશે કે કોરોના કેસ તમે ટ્રેન્ડ કરી રહ્યા છે કે ડાઉન. આ ડેટા એ બધી જ જગ્યાઓ પર જોવા મળશે જ્યાં ગુગલ મેપ્સનો સપોર્ટ છે.

Corona

કોઈ નિશ્ચિત એરિયા માટે કોવિડ-19 કેસોના ડેટા ગુગલ અલગ અલગ સોર્સઝથી કલેક્ટ કરશે. તેમાં Johns Hopkins, New York Times અને Wikipedia સામેલ રહેશે.

આ સોર્સને ડેટા પબ્લિક હેલ્થ ઓર્ગેનાઈઝેશન્સ જેવા- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, ગવર્નમેન્ટ હેલ્થ મિનિસ્ટ્રીઝ અને સ્ટેટ અને લોકલ હેલ્થ એજન્સીઝ અને હોસ્પિટલથી મળે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જ્યોતિષ: આ રાશિની મહિલાઓ બને છે સારી એવી લીડર, દુનિયાના ટોપ પદ પર કબ્જો જમાવાની ધરાવે છે ક્ષમતા

Pravin Makwana

ટ્રાયલ શરુ/ દુનિયામાં આવી રહી છે કોરોનાની સુપર વેક્સિન, ના વેરિયન્ટની ઝંઝટ, ના મહામારીનો રહેશે ભય

Harshad Patel

અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત પર મળી રહ્યો છે એપલનો સૌથી પોપ્યુલર iPhone, જાણો ઓફર

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!