GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

પેમેન્ટ સર્વિસ માટે RBIના નિયમો માનવા તૈયાર Google, ભારતમાં જ સ્ટોર થશે ડેટા

ટેક્નો જાયંટ કંપની ગુગલે પોતાનીપેમેંટ એપ માટે આર. બી. આઈ. ના નીતિનિયમો માની લીધાં છે અને તે અમલ કરવાં માટે ડિસેમ્બર સુધીનો સમય માંગ્યો છે. આઈ.ટી. ડિપાર્ટમેંટનાં એક અધિકારી એ વાત કરતાં એ વાત જણાવી હતી કે ગુગલ પોતાની પેમેંટ એપ માટે આર.બી. આઈ. નાં નિયમો માનવાં તૈયાર થઈ ગઈ છે.

તેણે કહ્યુ હતુ કે આઈ.ટી. મિનિસ્ટર રવિશંકર પ્રસાદ જ્યારે અમેરિકા ગયાં હતા ત્યારે ગુગલ સી.ઈ.ઓ. સુંદર પિચાઈ એ તેમને ખાત્રી આપી હતી કે તેઓ આર. બી.આઈ. નાં નિયમોમાં સહકાર આપશે.


ઉલ્લેખનીય છે કે ગુગલે પોતાનાં પેમેંટ એપ તેઝ લોંચ ભારતમાં ગયાં વર્ષે કરી હતી. જેનું નામ બદલીને ગુગલ પે કરી નખાયુ હતુ. કેમ્બ્રિજ એનાલિટિકા પછી ઈંટરનેટ પર ડેટા સેફ્ટી ખુબ જ ગંભીર મુદ્દો છે. તેમાં પણ નાણાકિય લેવડ દેવડ જેવી બાબતો અતિ સંવેદનશીલ ગણાય છે. તેથી આર.બી. આઈ. એ એપ્રિલ માં એ સર્કયુલર બહાર પાડ્યો હતો. અને કહ્યુ હતુ કે દરેક પેમેંટ બેંક કે એપ્લિકેશન ફિનાંસિયલ ટ્રાંઝેક્શન માટેનો ડેટા ગુગલ પે ભારતનાં જ ડેટા સ્ટોરેજમાં સ્ટોર કરે! અને અન્ય ગ્લોબલ પ્લેટફોર્મ ધરાવતી કંપનીઓને પણ એ જ આદેશ આપ્યો હતો. જેનાં માટે સરકારે સપ્ટેંબર સુધીની ડેડલાઈન આપી હતી. જેને ગુગલે એક્સેપ્ટ કરી લીધી હતી. પણ તેનાં માટે ડીસેંબર સુધીની સમય મર્યાદા માંગી હતી.

Related posts

indane ને નવી વ્યવસ્થાની ટ્રાયલ કરી શરુ, સિલિન્ડર ઘરે પહોંચાડવા પર વેન્ડરને ગ્રાહકો પાસેથી લેવી પડશે આ માહિતી

Ankita Trada

એચડીએફસી અને રિલાયન્સે શેરબજારનો મૂડ બદલી દીધો, આજે જોવા મળી જબરજસ્ત તેજી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!