GSTV

રિલાયન્સ Jio માં ગુગલ કરી શકે છે 30 હજાર કરોડનું રોકાણ, ફેસબુક બાદ સૌથી મોટું રોકાણ

Jio

ગૂગલ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ કંપની Jio પ્લેટફોર્મમાં રોકાણ કરશે તેમ બ્લૂમબર્ગના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર Jio માં 4 અબજ ડોલર(30,000 કરોડ રૂપિયા)ના રોકાણ કરવા માટે ગુગલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે મંત્રણા ચાલી હી છે.

વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની ગૂગલ આગામી પાંચથી સાત વર્ષમાં વિશ્વના પાંચમાં સૌથી મોટા અર્થતંત્ર ભારતની ડિજિટલ ઇકો સિસ્ટમમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે.

Jio

Jio માં 12 સપ્તાહમાં 13 કંપનીઓએ કર્યું રોકાણ

આગામી કેટલાક સપ્તાહોમાં આ અંગેની જાહેરાત થઇ શકે છ. રિલાયન્સ Jio માં છેલ્લા 12 સપ્તાહમાં 13 કંપનીઓએ રોકાણ કર્યુ છે. રિલાયન્સ જીયોએ 25.24 ટકા હિસ્સેદારી વેચીને 1.18 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

ફેસબુકે પણ કર્યું છે Jio માં રોકાણ

સૌથી પહેલા ફેસબુકે 22 એપ્રિલે Jio માં રોકાણની જાહેરાત કરી હતી. ત્યારબાદ સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાડલા, એડીઆઇએ, ટીપીજી, એલ કેટરટન, પીઆઇએફ અને ઇન્ટેલે પણ રોકાણ કર્યુ હતું.

Jio Digital

ગૂગલ અને રિલાયન્સ વચ્ચે ચાલી રહી છે ચર્ચા

સૂત્રોના જણાવ્યા અનુસાર ગૂગલ અને રિલાયન્સ વચ્ચે ચાલી રહેલી મંત્રણા વિગતો હાલમાં ગુપ્ત રાખવામાં આવી છે.   જો ગૂગલ Jio પ્લેટફોર્મમાં 4 અબજ ડોલરનું રોકાણ કરશે તો ફેસબુક પછી ગૂગલનું જીયોમાં બીજું સૌથી મોટું રોકાણ હશે.

ફેસબુકે Jio માં કર્યું 43 હજાર કરોડ રૂપિયાનું રોકાણ

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ફેસબુકે રિલાયન્સ Jio માં 43 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વાર્ષિક સામાન્ય  સભા(એજીએમ)માં મુકેશ અંબાણી ગૂગલ સાથે ચાલી રહેલી મંત્રણાના સંકેત આપી શકે છે.

MUST READ:

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!