GSTV
Auto & Tech Trending

બંધ થવા જઈ રહી છે Googleની આ કામની Service, ફટાફટ લો બેકઅપ નહિ તો ઉડી જશે તમારો તમામ Data

Google ટૂંક સમયમાં જ પોતાની એક સર્વિસ બંધ કરવા જઈ રહી છે. તમારી માટે ગંભીર વાત એ છે કે, Google આ સર્વિસનો તમામ ડેટા હવે ડિલિટ કરી દેશે. એટલે કે, સર્વિસમાં રહેલી કોઈ પણ સૂચના બીજીવીર મળી શકશે નહિ. એ પહેલા કે તમારો ડેટા પણ ડિલીટ થાય તે પહેલા વાંચો આ સમાચાર.

ગત વર્ષે ડિસેમ્બરમાં પોતાની Googleની Play Music સર્વિસ બંધ થઈ ગઈ છે. કંપનીએ યૂઝર્સને જાણકારી આપી હતી કે, હવે આ સર્વિસ ઉપલબ્થ નહિ થાય.

24 ફેબ્રુઆરી બાદ ડિલીટ થઈ જશે આ ડેટા

પ્રાપ્ત જાણકારી અનુસાર Google હાલમાં જ માહિતી આપી કે, હવે આ સર્વિસને સર્વરમાંથી પણ ડિલીટ કરી દેવાશે. જેથી તમામ યૂર્સને સૂચના અપાઈ કે, 24 ફેબ્રુઆરી 2021 પહેલા Play Musicમાંથઈ તમારો ડેટા હટાવી લો. જે બાદ કંપનીએ આ સર્વિસને પોતાના સર્વરમાંથી પણ ડિલીટ કરશે. એટલે ભવિષયમાં યૂઝર્સ આ સર્વિસમાં રહેલો પોતાનો ડેટા કયારેય પરત મેળવી શકશે નહિ.

કયા ડેટાનું થઈ શકે છે નુકશાન

કેટલાક યૂઝર્સે પોતાની મ્યૂઝીક લાઈબ્રેરી , લેવડ-દેવડ અને મ્યૂઝિક ફાઈલને Play Musicમાં અપલોડ કરી હતી. કંપનીનુ કહેવુ છે કે, 24 ફેબ્રુઆરી બાદ તમે આ સર્વિસમાં રહેલો કોઈપણ ડેટા પરત મેળવી શકશો નહિ.

YouTube Music છે રિપ્લેસમેન્ટ

જાણકારી અનુસાર Googleએ Play Music ને YouTube Musicથી રિપ્લેસ કરી દીધો છે. તમામ Play Music યૂઝર્સ અને ડેટાને YouTube Musicમાં માઈગ્રેટ કરાઈ રહ્યો છે.

આવી રીતે લઈ શકો છો બેકઅપ

Play Musicનુ બેકઅપ લેવા માટે તમે YouTube Musicની મદદ લઈ શકો છો. તમે પ્લે સ્ટોર પરથી YouTube Music ડાઉનલોડ કરીને પોતાની મ્યૂઝિક એપનો તમામ ડેટા ટ્રાંસફર કરી શકો છો.

read also

Related posts

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda
GSTV