GSTV
Home » News » ગૂગલ રજૂ કરવાનું છે આ બહુજ કામનું ફીચર, ફાલતુ મેસેજથી મળશે છુટકારો

ગૂગલ રજૂ કરવાનું છે આ બહુજ કામનું ફીચર, ફાલતુ મેસેજથી મળશે છુટકારો

ગૂગલ ટૂંક સમયમાં તેના મેસેન્જર એટલે કે ગૂગલ મેસેજ માટે સૌથી મોટી સુવિધા રજૂ કરવાનું છે. નવા અપડેટ બાદ, ગૂગલ મેસેજમાં વેરિફાઇડ મેસેજ અને સ્પામ પ્રોટેક્શન સુવિધા ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છેકે, ગૂગલ મેસેજ ડિફોલ્ટ રૂપે બધા સ્ટોક એન્ડ્રોઈડ ફોન્સમાં મળે છે.

જો નવા અપડેટ પછી તમારી પાસે કોઈ મેસેજ આવશે, તો તે વેરિફાઈડ નંબરમાંથી આવશે. એવામાં તમને જાણ થઈ જશે, કે કયો મેસેજ નકલી છે અને કયો સાચો છે. ઉદાહરણ તરીકે, જો બેંક તરફથી કોઈ મેસેજ આવે છે, તો તે વેરિફાઈડ હશે. વેરિફાઈડ મેસેજની સાથે તે કંપનીનો લોગો અને વેરિફિકેશન બેગેજ (ટિક) હશે.

ગૂગલ મેસેજમાં વેરિફાઈડ SMSનું ફીચર સૌથી પહેલાં ભારત, અમેરિકા, મેક્સિકો, બ્રાઝીલ, બ્રિટન, ફ્રાંસ, ફિલિપિંસ, સ્પેન અને કેનેડામાં લોન્ચ થશે. જોકે, લોન્ચિંગ તારીખ વિશે હાલમાં કોઈ જાણકારી નથી.

વેરિફાઈડ મેસેજ સિવાય ગૂગલ મેસેજમાં સ્પેમ પ્રોટેક્શનનું ફીચર પણ આવે છે. આ ફીચર આવ્યા બાદ જો તમારા નંબર પર કોઈ સ્પેમ મેસેજ આવે છે તો ગૂગલ તમને એલર્ટ કરશે અને ચેતવણી આપશે. ઉદાહરણ તરીકે, સ્પેમ મેસેજ આવવા પર ગૂગલ તમને report not spam અને report spamનો વિકલ્પ મળશે.

READ ALSO

Related posts

એક દાયકા બાદ ફિલ્મ જગતમાં એન્ટ્રી કરશે સલમાનની આ અભિનેત્રી, નવા અવતારે અત્યારથી જ જીતી લીધુ દર્શકોનું દિલ

Ankita Trada

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રીની બે વર્ષ પછી ખુલ્યા રહસ્ય, પુસ્તકમાં થયો ચોંકવાનારો ખુલાસો

pratik shah

Nokia 9 PureView સ્માર્ટફોન થયો આટલો બધો સસ્તો, મળી રહ્યા છે 5 રિયર કેમેરાની સાથે ઘણા બધા ફિચર્સ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!