GSTV
Gujarat Government Advertisement

WhatsAppને ટક્કર આપવા Google મેદાનમાં, રજૂ કરી આ શાનદાર ચેટિંગ એપ

Google

Last Updated on May 16, 2021 by Bansari

વિશ્વભરમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જોકે નવી પ્રાઇવસી પોલિસીના કારણે WhatsApp લાંબા સમયથી વિવાદમાં છે. ઘણાં ઇન્સટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ જેમ કે ટેલિગ્રામ તેની સરખામણીમાં પોતને રજૂ કર્યો છે. પરંતુ ટેલિગ્રામને WhatsAppની જેમ સફળતા નથી મળી. પરંતુ હવે Google તરફથી WhatsApp અને Telegramની ટક્કરમાં Gmail એપમાં એક શાનદાર ફિચર્સ એડ કરવામાં આવ્યો છે.

Whatsapp

એટલે કે Gmail યુઝર એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસમાં Google ચેટ એપ્લિકેશનને ઇન્ટીગ્રેટ કરી શકશે. એટલે કે જીમેલમાં યુઝર્સને હવે મેલ સાથે વીડિયો કોન્ફ્રન્સિંગ માટે Meet અને Roomનો સપોર્ટ આપવામાં આવશે. Gmailની ચેટ એપ્લિકેશન Google Workpace યુઝર્સ માટે ઉપલબ્ધ હતી. જેને પર્સનલ અકાઉન્ટ માટે પણ ઉપલબબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો યુઝર્સને હવે એપ્લિકેશનના નીચેના ભાગમાં ચાર ટેબ મળશે. નવા ફિચરને રોલઆઉટ કર્યા પછી Google તરફથી Hangouts એપ્લિકેશનને બંધ કરી શકાય છે. અત્યાર સુધી Gmail યુઝર્સ hangout દ્વારા ચેટિંગ કરતા હતા.

કેવી રીતે ઉપયોગ થશે

  • Googleના નવા ચેટિંગ ફિચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને સૌથી પહેલા Gmail એપ્લિકેશનને અપડેટ કરવી પડશે
  • તેના માટે એન્ડ્રોઇડ યુઝરને Google Play Store અને iOS યુઝર્સને Apple App સ્ટોર પર વિઝિટ કરવી પડશે
  • એપ અપડેટ થયા પછી યુઝર્સને Gmail ઓપન કરવાનું રહેશે, જ્યા તમને ટોપ લેફ્ટ સ્કીન પર સેંડવિચ બટન પર ક્લિક કરવાનું રહેશે. તેનાથી સાઉન્ડબાર ઓપન થઇ જશે
  • ત્યારબાદ સ્ક્રોલ ડાઉન કરી સેટિંગ ઓપ્શનમાં જવાનું રહેશે
  • અહીં તમારે પર્સનલ અકાઉન્ટને સિલેક્ટ કરવાનું રહેશે
  • અહીં તમને ચેટ ઓપ્શન દેખાશે, જેને અનેબલ કરવાનું રહેશે
  • ત્યારબાદ Gmail એપને રિસ્ટાર્ટ કરો
  • પછી Gmail એપના બૉટમમાં ચેટિંગ ઓપ્શન દેખાશે, જ્યાં યુઝર્સ સરળતાથી ચેટિંગ કરી શકશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!