Googleએ પિક્સલ સ્માર્ટફોન માટે લૉન્ચ કર્યુ કૉલ સ્ક્રીન ફીચર

ટેકનૉલોજી દિગ્ગજ કંપની ગૂગલે પોતાના પિક્સલ સ્માર્ટફોન માટે ‘કૉલ સ્ક્રીન’ ફીચર શરૂ કર્યુ છે, જેનાથી તેનો યૂઝર્સ કૉલ લેતા પહેલા આ જાણવા માટે ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ કરી શકશે કે તેમને કોણ કૉલ કરી રહ્યું છે અને કેમ.

આ ‘કૉલ સ્ક્રીન’ ફીચર યૂઝર્સને ‘રિયલ-ટાઇમ ટ્રાન્સસ્ક્રિપ્ટ’ જોવા આપે છે કે કૉલર કેવીરીતે રિસ્પોન્ડ કરે છે, જેનાથી તેઓ નિર્ણય લઇ શકે છે કે ફોન ઉઠાવવો છે, કૉલ કાપીને (હું તમને બાદમાં કૉલ કરી શકુ છું) ક્વિક રિપ્લાય કરવુ છે અથવા સ્પેમ કૉલ કરી દેવાનો છે.

ગૂગલે કહ્યું છે, ‘કૉલ સ્ક્રીન’ અમેરિકામાં ફક્ત અંગ્રેજી બોલનારા લોકો માટે છે, જેની પાસે પિક્સ 2, 2 એક્સલ, 3 અથવા 3 એક્સએલ સ્માર્ટફોન છે. ફોનના એપ સેટિંગમાં જો તમને કૉલ સ્ક્રીન જોવા મળતી નથી તો આ તમારા માટે ઉપલબ્ધ નથી.’ અજાણ્યા નંબર પરથી આવનારા અનાવશ્યક કૉલ ઉપાડવામાં લાગતો સમય બચાવનારો ‘કૉલ સ્ક્રીન’ યૂઝર્સનો મોબાઇલ ડેટા અથવા વાઈફાઈ ઉપયોગ કરતા નથી.

ગૂગલ મુજબ, આ ફીચર થર્ડ પાર્ટી કૉલ રેકોર્ડિગ અને સ્ક્રીન રેકોર્ડિગ એપ પર કામ કરતુ નથી, કારણકે આ એપ ફીચરની કાર્યપ્રણાલીમાં વાંધો પેદા થાય છે. કૉલ સ્ક્રીન ફીચરનો ઉપયોગ કરતા પહેલા આ એપને બંધ કરવી બહેતર છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter