GSTV

Google Hangouts 2021થી થાય છે સાવ બંધ, તો તેના તમારા ડેટાનું શું થશે

એક સમયે સારી એવી વપરાતી Google Hangoutsને હવે 2021ના પહેલા 6 મહિના સુધીમાં નિવૃત્ત કરી દઈને બંધ કરવામાં આવી રહી છે. તેના ડેટા ગૂગલ ચેટમાં ટ્રાન્ફર કરી દેવામાં આવશે. Google Hangouts ને બંધ કરવાની ઘણાં સમય પહેલા જાહેરાત કરી દેવામાં આવી હતી. તેને ડેટા કોઈ ચાર્જ લીધા વગર ગુગલ ચેટમાં ટ્રાન્ફર કરી આપવામાં આવશે. સારી વાત એ છે કે, તેની ચેટ હિસ્ટ્રી, કોન્ટેક્ટને નવા ચેટ પ્લેટફોર્મ પર સરળતાથી ટ્રાન્ફર થઈ જશે. તેની સીધો મતલબ એ થયો કે Google Hangouts હવે Google ચેટમાં ફેરવાઈ જશે.

જોકે, કયા દિવસે આ ડેટા ટ્રાન્ફર થશે તે નક્કી નથી. પણ 2021ના પહેલા 6 મહિનામાં તે કામ થઈ જશે. આ પહેલા ગૂગલ મીટ સાથે Google Hangoutsને મર્જ કરવાની વાત પણ હતી. પણ હવે Google Hangouts ચેટ પર મળતું થઈ જશે. જેમાં ઈનબોક્સ, ફાસ્ટ સર્ચ, ઈમોજી વગેરે વધારાના ફીચર મળશે. Google Hangouts સાથે જોડાયેલું fi ગૂગલ મેસેજ માં વાપરી શકાશે. Fi યૂઝર્સને વોઈસ કોલ વોઈશ મેસેજનું ઓપ્શન આપવામાં આવશે. આ મહિનામાં તે ફેરફાર થઈ જશે. Google Hangoutsના ફોન કોલ આ મહિનાથી યૂરોપમાં તો બંધ થઈ જાય છે જ. નવા ટેલીકમ્યુનિકેશનના નિયમોના કારણે Google Hangouts બંધ કરી દેવું પડ્યું છે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!