GSTV

Google પર થયો હતો દુનિયાનો સૌથી મોટો સાયબર અટેક, હવે થયો આ મોટો ખુલાસો

corona

ઈન્ટરનેટની દુનિયામાં સાયબર અટેક કોઈ નવી વાત નથી. દરરોજ હેકર્સ દુનિયાભરના નેટવર્ક્સ અને કંપનીઓ પર સાયબર હુમલા કરતા રહે છે, પરંતુ પ્રથમ વખત Google ખુલાસો કર્યો છે કે, વર્ષ 2017માં સાયબર હુમલાખોરોએ Google પર અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર અટેક કર્યો હતો. આ ડિસ્ટ્રીબ્યૂટેડ ડિનાઈલ-ઓફ-સર્વિસ (DDoD) ના ઉંચા બેંડવિથવાળા 2.5 TBPS ડીડોસવાળો હુમલો હતો. આ સાયબર અટકેથી નિપટવામાં Googleને લગભગ 6 મહીનાનો સમય લાગ્યો છે.

શું હતો આ હુમલો?

Google એ જણાવ્યુ છે કે, સપ્ટેમ્બર 2017માં આ મોટા બેંડવિથવાળા સાયબર હુમલાને નાકામ કરવામાં આવ્યો હતો. ખાનગી સમાચાર પ્રમાણે આ હુમલામાં એકસાથે હજારો IP ને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ ચકમાં આપવામાટે નેટવર્કનો ઉપયોગ કરી 167 MBPS થી 1,80,000 સીએલએડીએપી, ડીએનએસ અને એસએમટીપી સર્વરોને ઉજાગર કર્યો હતો.

સૌથી ઉઁચી બેંટવિડ્થનો આ છે હુમલો

કંપીનીનુ કહેવુ છે કે, સાયબર હુમલાખોર ખૂતબ જ તાકતવર છે. આ વર્ષ 2016માં થયેલી મિરાઈ બોટનેટ પર થયેલ 623 GBPSની સરખામણીમાં 4 ગણો મોટો હતો. આ અત્યાર સુધઈનો સૌથી ઉંચો બેંડવિડ્થનો હુમલો હતો

ચીની સરકાર પર છે શંકા

Googleએ કહ્યું છે કે, આટલી ઉંચી બેંડવિડ્થ પર સાયબર હુમલો કોઈ વ્યક્તિ અથવા કંપની માટે શક્યા નથી. કંપનીએ ખુલાસો કર્યો છે કે, આ હુમલો ચીનથી કરવામાં આવ્યો છે. એટલો મોટો અને વ્યાપક સાયબર હુમલો સરકારે મંજૂરી વગર સંભવ નથી. Google ના જ થ્રેટ એનાલિસિસ ગ્રૂબ (TAG)એ દાવો કર્યો છે કે, આ મોટી હુમલામાં ચીનના ચાર ઈન્ટરનેટ નેટવર્ક્સનો વપરાશ કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!