GSTV

દેશની સૌપ્રથમ ગૂગલ સ્કૂલ બની અમદાવાદમાં : જોઈને ગર્વ અનુભવશો

Last Updated on July 24, 2018 by Mayur

સરકારી શાળાની પરિભાષા અમદાવાદમાં બદલાઇ છે. કારણકે અમદાવાદમાં દેશની સૌ પ્રથમ ડિજિટલ સ્કુલ બની છે. અમદાવાદની ચાંદલોડિયા સ્થિત આવેલી સરકારી શાળામાં દરેક વિદ્યાર્થીઓ હાઇટેક ટેક્નોલોજી સાથે ઓનલાઇન અભ્યાસ કરે છે.

અમદાવાદની ચાંદલોડીયાની આ સરકારી સ્કુલ બની છે. દેશની પ્રથમ ગુગલ સ્કુલ એ પણ ગુજરાતમાં. સાંભળીને ગર્વ થાય તેવી વાત સાકાર થઇ અમદાવાદમા. ચાંદલોડીયાની સરકારી પ્રાથમિક શાળાને જે રૂપ અપાયુ છે.

તે સમગ્ર દેશમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. ચાંદલોડીયાની આ સરકારી પ્રાથમિક શાળામાં પરીક્ષા હોય કે પ્રોજેકટ કે પછી હોમવર્ક બધુ જ ઓનલાઇન થાય છે. અહીં વિદ્યાર્થીઓ ગુગલ ક્લાસમાં અભ્યાસ કરે છે. ચાંદલોડીયાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અહીં શરૂ કરવામાં આવેલા.

 

GOOGLE FUTURE CLASSROOM માંથી HANG OUT મારફતે વાતચીત કરે છે. આ પ્રાથમિક શાળાના વર્ગમાં, ઉપલબ્ધ કરાવાયા છે એટલું જ નહીં આ શાળાનું પોતાનું cpsschool.org નામનું ડોમેઇન પણ છે. દરેક વિદ્યાર્થીના cpsschool.org ના નામે ઇમેલ એકાઉન્ટ પણ ઓપન કરેલ છે. અહીં શિક્ષકો વિદ્યાર્થીઓ યોગ્ય રીતે અભ્યાસ કરાવી શકે તે માટે ખાસ તાલિમ પણ અપાયેલી છે

ધો.6થી 8ના વિદ્યાર્થીઓ ઓનલાઇન પ્રોજેકટવર્ક તેમજ એક્ઝામ આપે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને હોમવર્ક પણ ઇમેઇલ કરે છે. અહીંના વિદ્યાર્થીઓ GOOGLE FUTURE CLASSROOM અંતર્ગત googleની વિવિધ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. GOOGLE FUTURE CLASSROOMની શરૂઆત પછી વિદ્યાર્થીઓમાં એટલી અવેરનેશ વધી છે કે વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. વિદ્યાર્થીઓને આ શાળા મનભાવન લાગવા લાગી છે.

Related posts

અનોખો પ્રયોગ / ફટાકડા ફોડવાના નહીં ખાવાના! અમદાવાદની ગૃહિણીએ તૈયાર કરી અનોખી ચોકલેટ્સ

Zainul Ansari

બેકારી / સ્કૂલની વર્ધી ભરતા લોકોની હાલત કફોડી, દિવાળીને લઇ સતાવી રહી છે ચિંતા

Zainul Ansari

કોરોનાકાળ દરમિયાન ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ વસુલી 18 હજાર કરોડથી વધુની રકમ, વડોદરાના ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આરોપ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!