GSTV
Gujarat Government Advertisement

Google For India/ ગુગલનું મોટું એલાન : 10 લાખ ભારતીય મહિલાઓને થશે ફાયદો, 6 રાજ્યોની મહિલાઓને મળશે ટ્રેનિંગ

Google

Last Updated on March 8, 2021 by Karan

ગુગલનો વાર્ષિક ઇવેન્ટ ગુગલ ફોર ઇન્ડિયા(Google For India) આ વર્ષે વર્ચ્યુઅલ આયોજિત થયો હતો. આ દરમિયાન ગુગલ અને એલ્ફાબેટના સીઈઓ સુંદર પીચાઈ અને રતન ટાટા જેવા દિગ્ગજ સામેલ થયા. ગુગલ ફોર ઇન્ડિયાનું મુખ્ય ફોકસ મહિલાઓ પર રહ્યું. International Womens Day પણ છે. ગુગલના આ ઇવેન્ટમાં કંપનીએ ભારતમાં ચાલી રહેલ ઇન્ટરનેટ સાથી અંગે જણાવ્યું. કંપની મુજબ ઇન્ટરનેટ સાથી પ્રોગ્રામ મસીહાની જેમ છે

Googleએ કહ્યું કે ભારતમાં કંપની 10 લાખ એવી મહિલાઓને વ્યસાય સપોર્ટ કરશે જે ગ્રામીણ વિસ્તારમાં રહે છે. કંપનીએ એના માટે Women Will વેબ પ્લેટફોર્મનું એલાન કર્યું છે. ગૂગલે આજે ગુગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટ,આ 1 લાખ મહિલાઓને ફાર્મ વર્કર્સ માટે Google.org તરફથી 50,000 ડોલર ફંડનું એલાન કર્યું છે. જે Nasscom ફાઉન્ડેશનને એમના સપોર્ટ માટે આપવામાં આવશે.

મહિલાઓને અપાશે ટ્રેનિંગ

ગુગલ દ્વારા આપવામાં આવેલા આ ફંડ પછી NASSCOM ફાઉન્ડેશન બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની મહિલા ફાર્મ વર્કર્સને ડિજિટલ અને ફાઇનાન્શિયલ લિટરેસી ટ્રેનિંગ આપશે. ગુગલ દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ પ્લેટફોર્મ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. શરૂઆતમાં ગુગલ 2,000 ઇન્ટરનેટ સાથી સાથે મળીને આ મહિલાઓને ગુગલ દ્વારા આપવામાં આવેલ આ રિસોર્સ હાસિલ કરવા લાયક બનાવશે.

ભારતમાં ગૂગલે ઇન્ટરનેટ સાથી પ્રોગ્રામને 6 વર્ષ પુરા થઇ ગયા છે. આ પ્રોગ્રામથી અંડર-ડેવલપ્ડ ક્ષેત્રોમાં રહી રહેલ મહિલાઓને સાશકત બનાવવાની પહેલા કરવામાં આવી હતી. ગુગલ ઇન્ટરનેટ સાથી પ્રોગ્રામ દેશના ઘણા રાજ્યોમાં ફેલાયેલ છે. એમાં પંજાબ, મહારાષ્ટ્ર, ઓડિસા અને રાજસ્થાન જેવા રાજ્ય સામેલ છે. ઘણી મહિલાઓ પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટનું એક્સેસ નથી. તેઓ પણ આ પ્રોગ્રામની મદદથી પોતાનો બિઝનેસ સફળતાપૂર્વક કરી રહી છે. ઇન્ટરનેટ સાથીને 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

ઇન્ટરનેટ સાથીમાં 80 હજાર વોલેન્ટિયર

ગૂગલે આ ટાટા ટ્રસ્ટની મદદથી જેન્ડર ડિવાઇડને જોઈ એને લોન્ચ કર્યું હતું. ગુગલ ઈંડિયાના કન્ટ્રી મેનેજર અને વાઇસ પ્રેસિડન્ટ સંજય ગુપ્તાએ આજે કંપનીના આ ઇવેન્ટની શરૂઆત કરી. તેમણે કહ્યું કે ઇન્ટરનેટ સાથીમાં હવે 80,000 વોલેન્ટિયર્સ છે. આ પ્રોગ્રામ દેશના 3 લાખ ગામો સુધી પહોંચી ગયો છે. સંજય ગુપ્તાએ કહ્યું કે પ્રોગ્રામની મદદથી 3 કરોડ મહિલાઓને સારી કનેક્ટિવિટી, સસ્તા ફોન, અને ભારતીય ભાષાઓનો સારો સપોર્ટ એમના ફોન પર આપવામાં આવ્યો. કંપનીએ કહ્યું કે ઇન્ટરનેટ સાથીએ ડિજિટલ સાક્ષરતામાં જેન્ડર ડિવાઇડને ઓછું કરવામાં સફળતા મેળવી છે.

ભારતમાં 10માંથી 4 મહિલા ડિજિટલ સાક્ષર

ગ્રામીણ ભારતમાં 10માંથી 4 મહિલા ડિજિટલ સાક્ષર છે. પ્રોગામની શરૂઆત પહેલા ગામમાં 10માંથી માત્ર એક મહિલા જ ડિજિટલ સાક્ષર હતી. થોડા સમય પહેલા સુધી સ્માર્ટફોનથી અજાણી મહિલાઓ હવે લાખો કમાઈ છે. પ્રોગ્રામથી તેમને ડિજિટલ ટ્રેન્ડ સમજવામાં સરળતા થઇ. તેઓ જાણી શકી કે કઈ રીતે પ્રોડક્ટની માર્કેટિંગ ઇન્ટરનેટ દ્વારા કરી શકાય છે. ઇન્ટરનેટ સાથી પ્રોગ્રામ દરમિયાન તેમણે જે શીખ્યું એ પોતાની ગામની મહિલાઓ પણ શીખવી રહી છે.

ગૂગલે ઘોષણા કરી કે ગુગલ પે પર બિઝનેસ પેજ રહેશે. એન્ટરપ્રિન્યોર એની મદદથી સરળ લેવડ-દેવળ કરી શકશે. કંપની મહિલા એન્ટરપ્રિન્યોરને એમના બિઝનેસની ઓળખ અપાવવા માટે ગુગલ માય બિઝનેસમાં મહિલાઓને ચિહ્નિત કરશે. જેનાથી મહિલાઓના બિઝનેસને સર્ચ કરી શકાશે. આ ઇવેન્ટમાં મહિલા બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની, કંપનીની ચીફ માર્કેટિંગ ઓફિસર લોરેન ટુલીહ, કંપનીની સિનિયર કન્ટ્રી મેનેજર સપના, યુએનની અંડર સેક્રેટરી જનરલ ફુમઝીલે મ્લામ્બો ભાગ લીધા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી

Pravin Makwana

હેલ્થ /ઉનાળામાં ગરમીથી બચવા પીવો આ ખાસ ચા, મહિલાઓ માટે છે વધુ ફાયદાકારક

Bansari

આ રાજ્યમાં ખરીદાશે ઓક્સિજન સિલિન્ડર, 1 કરોડ રૂપિયાના ખર્ચને મુખ્યમંત્રીએ કરી દીધું મંજૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!