GSTV

Google Flightsથી શોધો સસ્તી ફ્લાઈટ; દુનિયાના કોઈ પણ ખુણામાં જવા માટે થઈ શકશે બુકિંગ, મળશે આ ખાસ ફીચર

જો તમે આવનારા દિવસોમાં ક્યાંક જવાનું વિચારી રહ્યા છો અને તે માટે સસ્તી ફ્લાઇટ્સ શોધી રહ્યા છો, તો ગૂગલ ફ્લાઇટ્સ આ માટે એક સારો વિકલ્પ છે. ગૂગલ ફ્લાઇટ્સ સાથે, તમે તમારા ડેસ્ટિનેશન, તારીખ મુજબ ફ્લાઇટની ટિકિટ બુક કરી શકો છો. ગૂગલ ફ્લાઇટ્સ પર, તમે વિશ્વના કોઈપણ સ્થળે જવા માટે સસ્તા ભાવે ફ્લાઇટ્સ શોધીને બુક કરાવી શકો છો. ચાલો જાણીએ ગૂગલ ફ્લાઇટ્સ પર કઇ સુવિધાઓ ઉપલબ્ધ છે.

મહિનો અને તારીખ પસંદ કરવાનો ઓપ્શન

તમે તમારા ગૂગલ ફ્લાઇટ્સ પેજ પર હોમ એરપોર્ટનું સેટિંગ કરશો, એટલે ગૂગલ આપમેળે ઘણા સ્થળોની સસ્તી ટિકિટ વિશે માહિતી આપશે. તમે “Explore destination.”  પર ક્લિક કરીને તેના વિશેની માહિતી મેળવી શકો છો. આ તે મુસાફરો માટે સારું છે જેમનું શેડ્યૂલ હજી નક્કી નથી. આમાં, તમે જે એરપોર્ટ પરથી ફ્લાઇટ લેશો, તેને બદલી શકો છો. આવું કરીને તમે વિવિધ જગ્યાઓ માટે ડીલ શોધી શકો છો. આ સિવાય, તમે આવતા 6 મહિના, કોઈ ચોક્કસ મહિના અથવા તારીખ અનુસાર ડીલ શોધી શકો છો. તમે કોઈપણ મહિનામાં વિકેન્ડટ્રીપ અથવા કોઈપણ મહિનામાં 2 અઠવાડિયાની સફરો પણ શોધી શકો છો. Explore destination પેજ પર તમે તમારા મુજબ જેટલી મહત્તમ કિંમતની ચુકવણી કરવા માંગો છો તે નક્કી કરી શકો છો. આ સસ્તી ફ્લાઈટ શોધવા માટે સારી રીત છે.

ફ્લાઇટનો સમય જુઓ

ગૂગલ ફ્લાઇટ્સથી, તમે નજીકના એરપોર્ટને વધુ સારી ડીલ સાથે શોધી શકો છો.આમાં, તમને આવા ઘણા એરપોર્ટ મળી શકે છે, જે જુદા જુદા શહેરોમાં છે. તમને અહીં વિશ્વભરના વિમાનમથકોની માહિતી મળશે. આ સાથે તમે ફ્લાઇટ્સની તુલના કરી શકો છો. આમાં, તમે ભાવ, મુસાફરીના સમયગાળા, એરલાઇન અને ફ્લાઇટનો સમય અને ઉતરાણના સમય અનુસાર સરળતાથી ફ્લાઇટની પસંદ કરી શકો છો. આ સિવાય ગૂગલ ફ્લાઇટ્સ દ્વારા તમે જોઈ શકો છો કે ભાડામાં સામાન શામેલ છે કે નહીં.

ગૂગલ એકાઉન્ટ સાથે લિંક કરો

તમારા ગૂગલ એકાઉન્સ સાથે લિંક કરવા પર જ્યારે તમે ગૂગલ ફ્લાઈટ્સ બુક કરશો, તો Google Tripsમાં તમે તે ટ્રિપ વિશે જાણકારી આપમેળે સેવ થઈ જશે. આનાથી તમને ટિકિટ સહિત બધી જ જાણકારી એક જ જગ્યાએ રાખવાનું સરળ બનશે. કોઈ નવી જગ્યાએ મુસાફરી કરતી વખતે આ તમને મદદ કરે છે.

READ ALSO

Related posts

પ્રાણવાયું, IIT રૂડકીના સંશોધકોએ કરી દીધી કમાલ, ભારતને હવે નહીં રહે કોરોનામાં ડર

Ankita Trada

PM મોદીએ શેર કર્યો અટલ બિહારી વાજપેયીનો વીડિયો, જુઓ યાદ કરતા શું લખ્યું…

Arohi

ગુજરાતના નેતાઓએ રાજ્યસભાના સાંસદ બનવા રાહ જોવી પડશે, આ ચૂંટણી પણ મોકૂફ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!