GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

યુટયુબ પર પ્રાયવસીના ભંગ બદલ ગૂગલને રૂ. 1425 કરોડનો દંડ

છેલ્લા એક વર્ષથી પ્રાઇવસી મામલે ટેક જાયન્ટ કંપની ગૂગલ સતત વિવાદોેમાં રહી છે. ત્યારે હજુ પણ તેની સમસ્યાઓ દૂર થવાને બદલે વધી રહી છે. ફરી વખત ગૂગલને 200 મિલિયન અમેરિકી ડોલર એટલે કે અંદાજે 1425 કરોડ રૂપિયાનો દંડ ચુકવવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

યુટયુબમાં ચિલ્ડ્રન પ્રાઇવસસી પોલિસીના ઉલ્લંઘનના ગૂગલ પર આરોપ લાગ્યા છે. જેના માટે થઇને ગૂગલને આટલો મોટો દંડ કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી છેલ્લો નિર્ણય આવ્યો નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે ગૂગલે આ રકમ ચૂકવવી જ પડશે.

ગૂગલ એ વીડિયો સ્ટ્રિમીંગ પ્લેટફોર્મ યુટયુબની પેરેન્ટ કંપની છે. અમેરિકી મીડિયાના રિપોર્ટ પ્રમાણે એડવર્ટાઇઝ માટે માહિતી એકઠી કરતી વખતે યુટયુબે આ પોલિસીનું ઉલ્લંઘન કર્યુ છે. અમેરિકન ફેડરલ ટ્રેડ કમિશન(એફડીટીસી) દ્વારા ગૂગલને આ દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે ન્યાય વિભાગનો નિર્ણય આવવો હજુ બાકી છે.

જો ન્યાય વિભાગ મંજુરી આપશે તો ગૂગલે આ દંડની રકમ ચુકવવી પડશે. જેની સાથે જ ચિલ્ડ્રન પ્રાઇવસી ઉલ્લંઘન માટેનો અત્યાર સુધીનો આ સૌથી મોટો દંડ બની જશે. કેટલાક પ્રાઇવસી ગુ્રપ દ્વારા યુટયુબ ઉપર ચિલ્ડ્રન પ્રાઇવસી ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

તેમનું કહેવુુ હતુ કે યુટયુબ 13 વર્ષથી નાના બાળકોની માહિતી તેના માતા પિતાની મજુરી વગર જ એકઠી કરે છે. એફટીસી આ મામલે તેનો છેલ્લો નિર્ણય સપ્ટેમ્બરમાં આપશે. અમેરિકી રેગુલેટરર્સ લાંબા  સમયથી આરોપ લગાવી રહ્યા છે કે ગૂગલ તેના યુટયુબ પ્લેટફોર્મ ઉપર બાળકોને હાનિકારક કંટેન્ટથી બચાવવા અને તેમનો ડેટા સુરક્ષિતિ રાખવામાં અસફળ છે.

ધ સેન્ટર ફોર ડિજિટલ ડેમોક્રેસી નામના ગુ્રપે એક નિવેદનમાં તો એમ પણ કહ્યું છે કે ગૂગલનું કદ અને આવક જોતા દંડની રકમ ઓછી છે. સાથે જ તેણે એફડીટીસીને ગૂગલને ચિલ્ડ્રન પ્રાઇવસી પોલિસીનું ઉલ્લંઘન કરતા રોકવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે માર્ચમાં યૂરોપિયન સંઘે ગૂગલને 117 અબજનો દંડ ફટકાર્યો હતો. આ પહેલા પણ ગૂગલ પર અવાર નવાર પ્રાઇવસી મુદ્દે આક્ષેપો થતા રહ્યા છે.

READ ALSO

Related posts

લોકડાઉન: શ્રમિક સ્પેશિયલ ટ્રેન મામલે કેન્દ્ર અને કેટલાક રાજ્યો વચ્ચે વિવાદ યથાવત, આરોપ પ્રત્યારોપનો મારો

pratik shah

અગાઉ આ દેશમાં કોરોનાના હજારો કેસ હતા, અત્યારે સંક્રમણ દર શૂન્ય!

Mansi Patel

થાળીઓ અને દીવા પ્રગટાવનારા મોદી એટલા માટે ચૂપ છે કે 10માંથી 7મા સ્થાન સુધી પહોંચતા ભારતને હવે 7 દિવસ પણ નહીં થાય

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!