GSTV
Gujarat Government Advertisement

કોઈ પણ સમયે હૅક થઈ શકે છે તમારો એન્ડ્રોઈડ સ્માર્ટફોન, આ 10 મોબાઈલ પર છે ખતરો

Last Updated on October 5, 2019 by

Android સ્માર્ટફોન પર હંમેશા સુરક્ષા જોખમમાં રહે છે, ગૂગલ પણ આ વાતની પુષ્ટિ કરે છે.  દર થોડા દિવસે પ્લે સ્ટોરમાંથી વાયરસ વાળી એપ્લિકેશન્સ ડિલીટ કરી નાખવામાં આવે છે.  તો હવે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છેકે, એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં એક મોટી એક ખામી છે જેના કારણે સેમસંગ, ગૂગલ અને શાઓમી જેવી કંપનીઓના સ્માર્ટફોન પર હૅક થવાનો ખતરો છે.

ગૂગલની એન્ડ્રોઈડ ઝીરો ટીમે કરી જાણ

આ કંપનીઓના ફોનમાં રહેલી ખામીને એન્ડ્રોઇડ ઝીરો-ડે નામ આપવામાં આવ્યું છે અને ગૂગલની પ્રોજેક્ટ ઝીરો ટીમને આ વિશે જાણવા મળ્યું છે. ગૂગલની પ્રોજેક્ટ ટીમ મુજબ, એન્ડ્રોઇડ ઝીરો-ડેની મદદથી હેકર્સ તમારા ફોનને સંપૂર્ણ રીતે કબજો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખામી એન્ડ્રોઇડના લિનક્સ કર્નલ કોડમાં છે.

શું હોય છે કર્નલ કોડ?

હવે પ્રશ્ન એ છે કે કર્નલ કોડ શું છે, તમને જણાવી દઈએ કે કર્નલ કોડ એ કોડ છે કે જે મેમરીના સેફ એરિયામાં લોડ થયેલ છે જેથી તેને બીજા પ્રોગ્રામ અથવા ઓપરેટિંગ સિસ્ટમના કોઈપણ અન્ય ભાગ દ્વારા બદલી શકાતો નથી. કર્નલ કોડ સિસ્ટમ હાર્ડવેરને સોફ્ટવેર એપ્લિકેશન સાથે જોડે છે. બધી ઓપરેટિંગ સિસ્ટમ્સ કર્નલ કોડ સાથે આવે છે. આવી સ્થિતિમાં, હેકર્સ એક જ ઝટકામાં તમારા ફોન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે.

ક્યાં સ્માર્ટફોનમાં છે હેકિંગનો ખતરો

ગૂગલ પ્રોજેક્ટ ઝીરોની ટીમ મુજબ, જે સ્માર્ટફોન પર આ ખામીને કારણે હેક થવાની સંભાવના  છે તેમાં ગૂગલ પિક્સેલ 1, ગુગલ પિક્સેલ 1 xl, ગૂગલ પિક્સેલ 2, ગુગલ પિક્સેલ 2 xl, હ્યુવાવે પી 20, શાઓમી રેડમી 5 a, એમઆઈ a 1, શાઓમી રેડમી નોટ 5, ઓપ્પો a 3, મોટો z 3, સેમસંગ ગેલેક્સી s 7, સેમસંગ ગેલેક્સી s 8 અને સેમસંગ ગેલેક્સી s 9 શામેલ છે. આ સિવાય ઓરિયો 8.0 પર કરતાં બધાજ એલજી સ્માર્ટફોન પર હેકિંગનું જોખમ છે.

કંઈ છે બચવાની રીત

આ ખામી જાહેર થયા પછી, ગૂગલ ટૂંક સમયમાં આ ઉપકરણો માટે એક અપડેટ રજૂ કરશે. બીજી બાજુ, જો તમારી પાસે આમાંથી કોઈ ફોન છે અને તેમાં કોઈ અપડેટ છે, તો તરત જ તેને અપડેટ કરો. સામાન્ય રીતે, જ્યારે પણ કોઈ અપડેટ આવે, ત્યારે ફોનને જરૂર અપડેટ કરો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર/ કોરોના કાળમાં આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટૉપ-5 IT કંપનીઓ

Bansari

પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી

Damini Patel

રાજકોટમાં મહિલા પોલીસે ઝડપ્યું કુટણખાનું, સગીરા સહિત મહિલાને નરાધમોની ચંગુલમાંથી બચાવ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!