GSTV

પાકિસ્તાનીઓ નહીં વાપરી શકે ગૂગલ, ફેસુબક અને ટ્વીટર, સોશિયલ મીડિયા કંપનીઓએ દેશ છોડવાની આપી દીધી ધમકી

ગૂગલ, ફેસબુક અને ટ્વીટર જેવી મોટી ટેક કંપનીઓને ફરી એક વાર પાકિસ્તાન છોડવાની ધમકી આપી દીધી છે. એશિયા ઈન્ટરનેટ કોઈલેશન પાકિસ્તાન સરકારને ચેતવણી આપી છે કે, પાકિસ્તાનમાં હાલની ડિજીટલ સેંસરશિપ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધી રીતે પ્રહારો કરી રહ્યુ છે. જણાવી દઈએ કે, આ સંસ્થા એશિયામાં ગૂગલ, ફેસબુક અને ટ્વીટર જેવી ટેક કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

એશિયા ઈંટરનેટ કોઈલેશન અને આલોચકોનું માનવું છે કે, પાકિસ્તાન સરકાર દ્વારા અધિકારીઓને ડિજીટલ કંટેટ સેંસર કરવાનો અધિકારી ઈસ્લામિક રાષ્ટ્રમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને રોકવા માટે ઉદ્દેશ્યથી આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે જ ફેબ્રુઆરી મહિનામાં આ સોશિયલ મીડિયા કંપનીઓએ કહ્યુ હતું કે, જો સરકાર પોતાના નિયમોમાં સંશોધન નહીં કરે તો, તેઓ પાકિસ્તાન છોડી દેશે.

શું છે પાકિસ્તાનમાં સેંસરશિપ કાયદો ?

હકીકતમાં જોઈએ તો, પાકિસ્તાનમાં જે ડિજીટલ સેંસરશિપ કાયદો બનાવ્યો છે, તેમાં આપત્તિજનક કંટેટને લઈને માપદંડો નક્કી કરવામાં આવ્યા નથી. ત્યારે આવા સમયે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું વાંધાજનક કંટેટ નાખે તો તેને હટાવા માટે સોશિયલ મીડિયા કંપનીઓને અપીલ કરી શકે છે. અપીલના 24 કલાકની અંદર આ કંપનીઓએ કંટેટને હટાવું પડે છે. વળી ઈમરજંસીમાં તો આ મર્યાદા 6 કલાકની જ છે. આ સેંસરશિપ અંતર્ગત સબ્સક્રાઈબર, ટ્રાફિક, કંટેટ અને અકાઉન્ટ સાથે જોડાયેલી જાણકારીઓ ગુપ્ત એજન્સીઓ સાથે પાકિસ્તાન સરકારે નક્કી કરેલી તપાસ એજન્સીઓને યુઝર્સ ડિક્રિપ્ટ ડેટા આપવો જરૂરી છે. ત્યારે આવા સમયે પાકિસ્તાન સમગ્રપણે લોકોની પર્સનલ જિંદગીમાં દખલ દેવા માગે છે.

READ ALSO

Related posts

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada

સરકાર વાતચીત કરવા માગે તો તેની શરત ન હોવી જાેઈએ, જગતનો તાત અત્યંત આક્રમક મૂડમાં

pratik shah

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!