GSTV

GOOGLE અને facebookમાં કામ ન આવ્યું અંબાણીનું રોકાણ, માત્ર 6 મહિનામાં આ કંપનીએ છીનવી રાજગાદી

અંબાણી

ભારતમાં જો ઉદ્યોગોની વાત કરવામાં આવે તો હાલ અંબાણી ગૃપ સૌથી પહેલા નજરે આવે છે. પછી તે ટેલિકોમ હોય કે બીજૂં અન્ય સેક્ટર અંબાણી ગૃપની પહોંચ લગભગ બધાજ ઔદ્યોગિક સેક્ટરમાં છે. અંબાણી ગૃપ પહેલા ભારતમાં ટાટાની બોલબાલા હતી. જો કે ગત વર્ષ જુલાઈમાં રિલાયન્સ ટાટાને પાછળ કરી દેશના સૌથી મોટા કારોબારી ઘર તરીકેનું સ્થામ પ્રાપ્ત કરી લીધું. પરંતુ હવે માત્ર 6 મહિનાની અંદર ટાટાએ પોતાનું ટેગ પાછું લઈ લીધું છે. માર્કેટ કેપ અનુસાર, રિલાયન્સ ગૃપ હવે ત્રીજા સ્થાન પર છે.

માર્કેટ કેપ અનુસાર, ગત વર્ષે પોતાના દમદાર પ્રદર્શનને કારણે રિલાયન્સે ટાટાને પાછળ રાખી દેશની સૌથી મોટા કોરોબારી પરિવાર બનવાનું ટાઈટલ પોતાના નામે કર્યું છે. પરંતુ હવે રિલાયન્સ ટોપ પર નથી.

ટાટાની ફ્લેગશિપ કંપની TCS એ કોરોના દરમ્યાન ઘણા મોટા સોદા કર્યા. આ કારણે ટાટાના શેરમાં તેજી આવી. સાથે જ સ્ટીલના ભાવ પણ વધવાના કારણે ટાટા સ્ટીલને ફાયદો થયો. ટાટા મોટર્સની શેરમાં 100 %નો વધારો જોવા મળ્યો.

ટાટા બાદ રિલાયન્સ ગૃપને HDFCએ પછાડ્યા. એવું કંપનીના શેરમાં આવેલી તેજીના કારણે થયું. એક્સપર્ટ અનુસાર, ફાઈનાંન્શિયલ કંપનીઓમાં નવેમ્બરમાં આવેલ કોર્ટના મોરટિયમના નિર્ણય બાદ તેજી આવી. આ કારણે HDFC ને ફાયદો થયો.

આંકડા અનુસાર, હવે રિલાયન્સ ત્રીજા સ્થાન પર છે. જ્યાં જુલાઈ 2020માં ટાટા ગૃપનું ટોટલ માર્કેટ કેપ 11.32 લાખ કરોડ રૂપિયા હતું. ત્યાં રિલાયન્સ તે સમયે 13 લાખ કરોડ રૂપિયા પર હતું. પરંતુ ગત વર્ષે સપ્ટેમ્બર બાદ રિલાયન્સને નુકસાન થવાનું શરૂ થયું.

રિલાયન્સ ગૃપે આ દરમ્યાન ઘણા રોકાણ કર્યા. જેમાં ફેસબુકથી લઈ ગૂગલમાં રોકાણ કરવામાં સામેલ છે. આનાથી કંપનીના શેર વધ્યા હતા. પરંતુ સપ્ટેમ્બર બાદ તેના શેર 20 % સુધી ઘટ્યા.

હાલ વાત કરીએ તો, રિલાયન્સનું માર્કેટ કેપ માત્ર 12.22 લાખ કરોડ રૂપિયા રહી ગયું છે. જ્યારે TCS, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સને કારણે આ ગૃપનું માર્કેટ કેપ 16.69 લાખ કરોડ પાર થઈ ચૂક્યું છે.

READ ALSO

Related posts

ખાસ વાંચો / જો તમે પણ બેંક લોકરમાં રાખો છો આ કીંમતી સામાન તો જરૂરથી કરો આ કામ, નહિ તો થશે મોટુ નુકશાન

Mansi Patel

જરૂરી માહિતી/ ક્યારેય નહિ કપાય તમારી સેલરીમાંથી ટેક્સ, નોકરિયાતો અપનાવો આ 7 સરળ રીત

Mansi Patel

મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ નીરસ: જીત છતાં ધડાધડ પડતી ઈંગ્લેન્ડ ટીમની વિકેટોથી પ્રેક્ષકો માટે મેચ રહી રોમાંચવિહીન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!