GSTV

કોરોના જાગૃત્તિ / ગુગલના ડૂડલની કોરોના ડીઝાઈન, વાયરસથી બચવા માટે ઉપાયો બતાવ્યા

વિશ્વમાં કોરોના વાયરસના ચેપના દર્દીઓ વધીને 3 કરોડ થઈ ગયા છે. આખા વિશ્વના લોકો જેના પર રોજ અનેક વસ્તુઓ શોધે છે એ સર્ચ એન્જીન ગુગલે હવે રહી રહીને કોરોનામાં જાગૃત્તિનું કામ શરૂં કર્યું છે.

માસ્ક

9.39 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. જાગૃત્તિ માટે સરકાર અને સંસ્થાઓ કામ કરે છે, હવે ખાનગી કંપનીઓ પણ જાગૃત્તિ માટે કામ કરવા લાગી છે. ગૂગલે તેના ડૂડલ દ્વારા લોકોને જાગૃત કર્યા છે. બુધવારે ગૂગલે આ માટે એક ખાસ ડૂડલ બનાવ્યું છે.

લોકો ગૂગલ ડૂડલ પર ક્લિક કરીને જાગૃતિ સંદેશાઓ મેળવે છે. તેમાં લખ્યું છે, ‘માસ્ક પહેરો અને જીવન બચાવો. ચહેરા માસ્ક રાખો. વારંવાર હાથ ધુઓ, સામાજિક અંતર રાખો વગેરે છે. વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકા આપેલી છે.

તે માર્ગદર્શિકામાં લખ્યું છે –

  1. તમારા હાથ સાફ રાખો. સાબુ ​​અને પાણીનો ઉપયોગ કરો, અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ વોસ વાપરો.
  2. જેમને ખાંસી અથવા છીંક આવે છે તેનાથી સુરક્ષિત અંતર જાળવવું.
  3. માસ્ક પહેરવા જ જોઇએ. જ્યાં સામાજિક અંતર શક્ય ન હોય ત્યાં તો ખાસ.
  4. આંખો, નાક અથવા મોંઢાને અડશો નહીં.
  5. જ્યારે ખાંસી અથવા છીંક આવે છે, ત્યારે નાક અને મોંને હાથની કોણી અથવા રૂમાલ-પેશીથી ઢાંકી દો.
  6. જો બીમાર હો તો ઘરે જ રહો. જો તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ છે, તો પછી સારવાર માટે ડોક્ટસ કે સરકારી સિસ્ટમનો સંપર્ક કરો.

READ ALSO :

Related posts

29 સપ્ટેમ્બર સુધી જેલમાં જ રહેશે રિયા અને શોવિક, નહી મળે જમાનત

Mansi Patel

કૉન્ટ્રાક્ટ પર નોકરી કરવાથી હવે વધારે થશે ફાયદો, નવા લેબર કોડમાં કરાઈ છે આ વ્યવસ્થા

Mansi Patel

IPLની પાર્ટીઓમાં પણ થાય છે ડ્રગ્સનો ભરપૂર ઉપયોગ: ક્રિકેટરોની પત્નીઓને મેં રૂબરૂ જોઈ છે, શર્લિન ચોપડાએ મચાવ્યો ખળભળાટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!