GSTV
Trending

Bing ગૂગલના વર્ચસ્વને પડકારશે ! માઈક્રોસોફ્ટના સીઈઓએ કહ્યું- આ ઓનલાઈન સર્ચિંગની નવી શરૂઆત છે

હાલનો આ ઓનલાઈન યુગ સર્ચિંગની દુનિયાથી ઘેરાયેલો છે. અત્યારે આ સર્ચિંગની દુનિયામાં સર્ચ એન્જિન ગૂગલનો દબદબો ચાલી રહ્યો છે, પરંતુ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાની વાત પ્રમાણે હવે ગૂગલને હવે વર્ચસ્વ ટકાવી રાખવું અઘરું છે. માઇક્રોસોફ્ટના સર્ચ એન્જિન BINGને અલગ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સર્ચ એન્જિનને ભાષા આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કરવાની તૈયારી ચાલી રહી છે. સત્ય નડેલાએ ઓનલાઈન સર્ચની દુનિયામાં આ એક નવી શરૂઆત દિશા ગણાવી છે. એક લોન્ચ ઈવેન્ટ દરમિયાન સત્ય નડેલાએ કહ્યું કે ‘આ એક નવી શરૂઆત છે અને રેસ આજથી શરૂ થઈ રહી છે’.

BINGને ChatGPT જેમ જ તૈયાર થશે

માઇક્રોસોફ્ટ તેના સર્ચ એન્જિન બિંગને શક્તિશાળી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કરશે, જેમાં એવી જ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેમાંથી AI બોટ ChatGPT બનાવવામાં આવ્યું છે. ChatGPT કે જે થોડા જ સમયમાં એ 100 મિલિયન યુઝર્સનો આંકડો વાટવી ગયું હતું. ChatGPTમાં સરળતાથી નિબંધ લેખન, ભાષણની તૈયારી, પરીક્ષામાં મદદ જેવા ઘણા કાર્યો પૂર્ણ કરી શકાય છે, જેના કારણે ChatGPTના વપરાશકર્તાઓમાં ભારે વધારો થતા જોવા મળી રહ્યો છે. માઈક્રોસોફ્ટ માને છે કે સર્ચ એન્જિન BINGને ChatGPT જેમ જ તૈયાર કરવામાં આવી રહ્યું છે, થોડા સમયમાં ઓનલાઈન સર્ચિંગને જબરદસ્ત રીતે અપગ્રેડ કરવામાં આવી શકે છે.

ChatGPT કેલિફોર્નિયા સ્થિત સ્ટાર્ટઅપ OpenAI દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ સ્ટાર્ટઅપ વર્ષ 2015માં શરૂ થયું હતું. વર્ષ 2019 માં, માઇક્રોસોફ્ટે OpenAI માં એક અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. આ સિવાય તાજેતરમાં જ સ્ટાર્ટઅપે માઇક્રોસોફ્ટે સાથે મલ્ટી-બિલિયન ડોલરની ડીલ પણ કરી છે. ઈલોન મસ્ક સહિત અન્ય ઘણી કંપનીઓએ પણ આ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે.

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV