GSTV

Googleનો મોટો નિર્ણય, કરી નાખી ચીનની 2500થી વધુ YouTube ચેનલ ડીલીટ

પહેલા ભારતે ચીનના 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ફરીથી 47 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે Google એ પણ ચીનની તરફ ખાસ પગલું લીધું છે. ઉલ્લેખનીય છે ગૂગલના આ નિર્ણયથી ચીનને મોટો ઝટકો લાગશે. ગૂગલે ચીનની 2500થી વધારે YouTube ચેનલ્સને ડિલિટ કરી છે.

Google

ભ્રામક જાણકારી ફેલાવતી ચાઈનીઝ ચેનલ્સને લાગ્યા તાળા

ઉલ્લેખનીય છે કે આ ચીની યૂટ્યુબ ચેનલ્સની મદદથી ભ્રામક જાણકારી ફેલાવવામાં આવી રહી હતી. તેની જાણકારી મળતાં વીડિયો શેરિંગ પ્લેફોર્મે આ ચીની યૂટ્યૂબ ચેનલ્સને હટાવી દીધી છે. Google એ કહ્યું છે કે આ યૂટ્યૂબ ચેનલ્સને એપ્રિલ અને જૂનની વચ્ચે જ હટાવી દેવામાં આવી હતી. ગૂગલનું કહેવું છે કે ચીન સાથે જોડાયેલા ઈન્ફ્લુએન્સ ઓપરેશનને માટે ચાલી રહેલી તપાસના આધારે આ પગલું લેવામાં આવ્યું છે.

આ ચેનલ્સ પર પોસ્ટ કરાયા હતા સ્પામ કન્ટેન્ટ

Googleએ પોતાની ભ્રામક જાણકારી વાળા ઓપરેશનના ત્રિમાસિક બુલેટિનમાં સૂચના આપી છે અને તેમાં કહ્યું છે કે યૂટ્યુબના આધારે આ ચેનલ્સ પર ખાસ કરીને સ્પૈમી, નોન પોલિટિકલ કન્ટેન્ટ પોસ્ટ થતું હતું. પરંતુ તેમાં રાજનીતિ સાથે સંકળાયેલી વાતો પણ હતી. જો કે ગૂગલે આ ચેનલના નામનો કોઈ ખુલાસો કર્યો નથી, પણ કેટલીક સૂચનાઓ આપી છે. કંપનીએ કહ્યું છે કે હવે ટ્વિટર પર પણ આવી એક્ટીવીટીવાળા વીડિયોની લિંક જોવા મળી રહી છે.

MUST READ:

Related posts

રાહત પેકેજ : જો SDRF મુજબ વળતર ન આપવું હોય તો SDRF મુજબ સર્વે શા માટે ?

Nilesh Jethva

ખેડૂતો માટે આવી ખુશખબરી: મોદી સરકારે જાહેર કર્યા રવિ પાકના ટેકાના ભાવ, જાણો ક્યા પાકનો કેટલો મળશે ભાવ

Pravin Makwana

હવે ડાયમંડ જ્વેલરીનાં બદલામાં મળશે લોન,મંગળ ક્રેડિટ એન્ડ ફિનકોર્પે કર્યો ગોલ્ડ લોન માર્કેટમાં પ્રવેશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!