GSTV
Trending

Cost Cutting Drive: Google નું ખર્ચ ઘટાડો અભિયાન, છટણી બાદ કર્મચારીઓને મળતાં ભથ્થા પર ફેરવાશે કાતર

ટેક કંપનીના કર્મચારીઓ માટે મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. મોટાપાયે તક કંપનીઓમાં છટણીની કાતર ફરી વળી છે. જે બાદ હવે જાયન્ટ ટેક કંપની Google કર્મચારીઓ માટે વધુ મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. છટણી બાદ Google ના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) રૂથ પોરાટના લીક થયેલા મેમોથી જાણવા મળ્યું છે કે Google ખર્ચ ઘટાડવાના માટે વધુ આકરા પગલા ભરવા જઈ રહ્યું છે.

નોંધનીય છે કે Google વૈશ્વિક સ્તરે આશરે 3000થી વધુ કર્મચારીઓને પાણીચું પકડાવી ચૂક્યું છે. પોરાટ દ્વારા 31 માર્ચે Google ના કર્મચારીઓને મોકલવામાં આવેલા મેમોમાં, તેઓને જાણ કરવામાં આવી હતી કે ખર્ચ ઘટાડવાની ડ્રાઇવના ભાગરૂપે, કંપની સંખ્યાબંધ ભથ્થામાં પણ ઘટાડો કરશે.

મેમો શું કહે છે?

મેમો અનુસાર, Google તેના કેટલાક માઇક્રો કિચનને બંધ કરશે; આ માઈક્રો કિચન એટલે જ્યાં કર્મચારીઓને મફત નાસ્તો અને પીણાં મળે છે, જ્યારે કેમ્પસ પરના કેટલાક કાફે એવા દિવસોમાં બંધ થઈ શકે છે કે જ્યાં ઓછા લોકો આવે છે. માઉન્ટેન વ્યૂ-હેડક્વાર્ટર ધરાવતી ફર્મે કહ્યું કે તે ખાદ્યપદાર્થોનો કચરો પણ ઘટાડશે અને પર્યાવરણ માટે વધુ સારું રહેશે. આ ઉપરાંત, ફિટનેસ ક્લાસના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવશે અને કંપની દ્વારા આપવામાં આવતા સાધનો જેમ કે લેપટોપ પર ખર્ચ ઘટાડવામાં આવશે.

READ ALSO

Related posts

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla

બીએસઇ ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં ઉછાળો

Vushank Shukla

ટીસીએસનું અલ્ટીમેટમઃ કર્મચારીઓ ઓફિસે નહીં આવે તો પગાર અને રજા બંને કપાશે

Vushank Shukla
GSTV