GSTV
Home » News » ગૂગલ અસિસ્ટેન્ટના માધ્યમથી સાંભળી શકાય છે તમારા બેડરૂમની વાતો

ગૂગલ અસિસ્ટેન્ટના માધ્યમથી સાંભળી શકાય છે તમારા બેડરૂમની વાતો

ગૂગલ માટે કામ કરનારી થર્ડ પાર્ટી કોન્ટ્રેક્ટર, ગૂગલ અસિસ્ટેન્ટના માધ્યમથી તમારા બેડરૂમની વાતો સાંભળી શકાશે. એક રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે આ લોકોની ચિંતાનું કારણ બની રહ્યું છે. બેલ્જિયન બ્રોડકોસ્ટર VRT NWS અનુસાર ગૂગલ હોમ સ્પીકરના માધ્યમથી લોકોની વાતચીત રેકોર્ડ કરવામાં આવી રહી છે.

ઓડિયો રિકોર્ડિંગ સબ-કોન્ટ્રેક્ટર્સને મોકલવામાં આવી રહી છે, જે ગૂગલ સ્પીચ રિકગ્નિશનને સારી બનાવવા માટે તેને ટ્રાન્સક્રાઈબ કરી રહી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, એક વ્હિસલબ્લોએરની મદદથી VRT NWS લગભગ એક હજાર એક્સપર્ટને ગૂગલ અસિસ્ટેન્ટથી સાંભળ્યું.

આ રેકોર્ડિંગ્સમાં આપણને લોકોની ખબર અને બીજી સંવેદનશીલ સૂચનાઓ સાંભળી શકીએ. વીઆરટીએ કહ્યું, ઘણા પુરુષોએ પોર્ન સર્ચ કર્યું, પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અને એક કિસ્સો એવો પણ સામે આવ્યો હતો જેમાં એક મહિલા ગંભીર સ્થિતિમાં હતી. આ બધી વાતની જાણ અમને આ રેકોર્ડિંગથી થઈ. એનાથી પણ ચિંતાનું કારણ એ છે કે વ્હિસલબ્લોઅરને જે પ્લેટફોર્મને બતાવ્યું તેમાં આખી દુનિયાનું રેકોર્ડિંગ હતું.

આઈડીસી અનુસાર ભારતમાં અમેજન એકોને 2018માં 59 ટકા શેર સાથે ભારતીય સ્માર્ટ સ્પીકર બજારનું નેતૃત્વ કર્યું તેના પછી ગૂગલ હોમ 39 ટકા યુનિટ શેર સાથે હાજર રહેશે. દેશમાં 2018માં કુલ 753 હજાર યુનિટ્સ મોકલવામાં આવ્યા. ગૂગલ હોમના મિની અને અન્ય બધા સ્માર્ટ સ્પીકર મોડલ વેચાઈ ગયા અને તે એક શીર્ષ વિક્રેતાના રૂપમાં ઉભર્યું.

બેલ્જિયન બ્રોડકોસ્ટરે કહ્યું કે, રેકોર્ડિંગ એ સમયે પણ થઈ રહ્યું હતું, જ્યારે ગૂગલ હોમ યુઝર્સ ‘Ok Google’વેક-અપ વર્ડ પણ નહોતું કહ્યું. જોકે ગૂગલે કહ્યું કે વોઈસ રિકગ્નિશને સારી બનાવવા માટે ખાલી 0.2ની ઓડિયો ક્લિપ્સને ટ્રાન્સક્રાઈબ કરે છે. કંપનીએ આ બાબત પર તપાસ શરૂ કરી દીધી છે. કેમ કે કોન્ટ્રેક્ટરને ડેટા સિક્યુરિટી પોલીસીનું ઉલ્લંઘન કર્યું છે. આ સમાચાર ત્યારે આવી રહ્યા છે જ્યારે અમેઝન અલેક્સા પહેલાથી જ લોકોની રેકોર્ડિંગ સાંભળીને વિવાદોમાં છે.

Read Also

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

WhatsApp પર કર્યું છે એકાઉન્ટ બ્લોક, તો અપનાવો આ પદ્ધતિ

Path Shah

ભારતીય હેકરે 10 મિનીટમાં હેક કર્યું Instagram, રૂપિયા 20 લાખનું મળ્યું ઈનામ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!