GSTV
Auto & Tech Trending

Password સાથે હવે છેડછાડ થશે તો હવે Google Chrome કરશે એલર્ટ, અપડેટ થયું આ ફીચર

Google Chromeએ એન્ડ્રોઈડ (Android) અને આઈઓએસ (iOS) ઉપકરણો માટે પાસવર્ડ સુરક્ષા સુવિધા(password security)ને અપડેટ કરી છે. જો તમે ગુગલ ક્રોમ (Google Chrome)બ્રાઉઝર પર પાસવર્ડ (password)સેવ કર્યો છે અને તેની સાથે ચેડા થાય છે, તો બ્રાઉઝર ચેતવણી આપશે. આ પછી, યુઝર ચેન્જ પાસવર્ડ (change password)પર જઈને પાસવર્ડ બદલી શકે છે. ક્રોમ તમારા યુઝરનેમ અને પાસવર્ડની એક કૉપીને વિશેષ એન્ક્રિપ્શન ફોર્મમાં Google પર મોકલશે. આ પછી, ગૂગલ તમારા યુઝરનેમ (username) અને પાસવર્ડ (password) સાથે ચેડા કર્યા વિના આપવામાં આવેલી માહિતીની તપાસ કરશે.

યુઝર passwordને સરળતાથી બદલવામાં સક્ષમ થવા માટે, ગૂગલ ક્રોમ સાથે વેબ સ્ટાન્ડર્ડ (Web standard) સુવિધા ઉમેરવામાં આવી છે. આ ફીચર પાસવર્ડ ચેન્જ કરવા માટે યૂઆરએલ (URL)ની સુવિધા આપે છે. આનાથી યુઝર માટે પાસવર્ડ બદલવો ખૂબ જ સરળ બને છે. આ સુવિધાનો ઉપયોગ કરીને, ક્રોમ યુઝર્સને ચેતવણી આપશે જો તેમના પાસવર્ડ સાથે ચેડા કરવામાં આવે તો. એટલું જ નહીં, આ સુવિધા યુઝર્સને સીધા વેબપેજ (webpage)પર લઈ જાય છે જ્યાં પાસવર્ડ (password)બદલી શકાય છે.

ગૂગલે Chrome 86માં કેટલાક અન્ય સિક્યોરિટી ફીચર પણ ઉમેર્યા છે. આની મદદથી યુઝરને એન્ડ્રોઇડ (Android)પર સેફ બ્રાઉઝિંગ(Safe Browsing)ની સુવિધા મળશે. આ ઉપરાંત, ક્રોમ બ્રાઉઝરની નવી સુવિધા યુઝર્સને ફિશિંગ, માલવેર અને ખતરનાક સાઇટ્સ સામે રક્ષણ પૂરું પાડશે. આ માટે, રીઅલ ટાઇમ ડેટા ગૂગલ સેફ બ્રાઉઝિંગ સર્વિસ સાથે શેર કરવામાં આવે છે.

આટલું જ નહીં, ક્રોમે આઇઓએસ (iOS)માં ઓટોફિલિંગ પાસવર્ડ્સ (autofilling passwords)માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (biometric authentication)સુવિધા ઉમેરી છે. યુઝર ફેFace ID, Touch ID અને phone passcode દ્વારા ઓથેંટિકેશન સેટ કરી શકે છે. જો તમે સેટિંગ્સમાં ક્રોમ ઓટોફિલ ચાલુ કરો છો, તો Chrome પાસવર્ડ મેનેજર તમને iOS એપ્લિકેશનો અથવા બ્રાઉઝર્સમાં પાસવર્ડ્સને ઓટોફિલ કરવાની મંજૂરી આપે છે.

READ ALSO

Related posts

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk
GSTV