GSTV
Auto & Tech GSTV લેખમાળા Trending

Google Chrome વાપરતા હો તો પછી આ 12 મુદ્દા પર આપો ધ્યાન, બ્રાઉઝિંગ બનશે અત્યંત સરળ

google chrome
 • Google Chrome : ગૂગલ એકાઉન્ટમાં પાસવર્ડ બદલવાની વિધિ આમ તો ઘણી સહેલી છે પરંતુ એ માટે ક્યા પેજ પર પહોંચવું તેનો ઘણા લોકોને ખ્યાલ હોતો નથી (કદાચ તમને પણ નહીં હોય). આ કામ હવે સહેલું છે. પીસીમાં ક્રોમ બ્રાઉઝરના એડ્રેસ બારમાં change google password  અથવા change gmail password  કે reset gmail password લખીને સર્ચ કરતાં, એડ્રેસ બાર નીચે જોવા મળતાં સજેશન્સમાં આ માટેનું એક બટન જોવા મળશે. તેને ક્લિક કરતાં આપણે પોતાના ગૂગલ એકાઉન્ટમાં લોગ-ઇન થવું પડશે અને પછી સીધા પાસવર્ડ બદલવાના પેજ પર પહોંચી જશું.
 • ક્રોમ બ્રાઉઝરમાં આપણે જે કંઈ કરીએ તે તમામ બ્રાઉઝિંગની હિસ્ટ્રી સચવાતી હોય છે. તેની સાથોસાથ આપણી જાસૂસી કરતી કૂકીઝ પણ બ્રાઉઝરમાં સ્ટોર થતી હોય છે. આપણે ઇચ્છીએ ત્યારે પાછલા એક કલાકથી માંડીને અત્યાર સુધીના તમામ સમયનો, તમામ બ્રાઉઝિંગ ડેટા ડીલિટ કરી શકીએ છીએ. તેનાથી આપણી હિસ્ટ્રી ડિલીટ થશે, પાસવર્ડ વગેરે નહીં. આ માટે ક્રોમ બ્રાઉઝરના એડ્રેસ બારમાં clear browsing data અથવા delete history કે clear cache લખીને સર્ચ કરતાંએ માટેનું બટન જોવા મળશે અને આપણે ક્રોમના સેટિંગ્સમાં સીધા તેના પેજમાં પહોંચી શકીશું.
 • તમે કોઈ વેબસાઇટ પર સારો આર્ટિકલ વાંચી રહ્યા હો અને તેને ઇંગ્લિશને બદલે હિન્દી કે ગુજરાતીમાં વાંચવા માગો તો એડ્રેસબારમાં translate page લખીને એન્ટર કી પ્રેસ કરો.  ફરી એક બટન જોવા મળશે. તેને ક્લિક કરતાં એ પેજ કઈ ભાષામાં છે તે બતાવવામાં આવશે. એ સાથે એડ્રેસ બારમાં જમણી તરફ ટ્રાન્સલેટ સર્વિસનું બટન ઉમેરાઈ જશે. તેને ક્લિક કરી આપણે જે ભાષામાં ટ્રાન્સલેશન કરવું હોય તે પસંદ કરી શકીએ છીએ. આપણી આ ચોઇસ ક્રોમ બ્રાઉઝર યાદ રાખી લે છે અને ભવિષ્યમાં અન્ય કોઈ પણ પેજ માટે સીધું એ ભાષામાં ટ્રાન્સલેટ કરવાનો ઓપ્શન આપશે.
 • ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જ પાસવર્ડ મેનેજરની સગવડ સામેલ છે તે કદાચ તમે જાણતા હશો. આ સર્વિસની મદદથી આપણે અલગ અલગ સર્વિસના પાસવર્ડ ક્રોમ બ્રાઉઝરમાં સેવ રાખી શકીએ છીએ. તમારા ગૂગલ એકાઉન્ટમાં સચવાયેલા આ પાસવર્ડ્સ તપાસવા એડ્રેસ બારમાં manage passwords અથવા edit passwords કે update credentials  લખો. આથી એક ક્લિકમાં તમારા પાસવર્ડ મેનેજરમાં પહોંચવાનું બટન જોવા મળશે. ફરી તમારી ઓળખ સાબિત કરવા માટે નવેસરથી લોગ-ઇન કરવું પડશે, પરંતુ એ પછી તમારા એકાઉન્ટમાં સચવાયેલા બધા પાસવર્ડ જોવા મળશે.
 • તમે ગૂગલની કોઈ પણ સર્વિસમાં જેમ કે પ્લે સ્ટોરમાં કે ગૂગલની પેમેન્ટ મેથડનો ઉપયોગ કરતી અન્ય કોઈ સર્વિસમાં ક્યારેય તમારા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું હશે તો તેની વિગતો, તમારી મંજૂરી સાથે તમારા ગૂગલ એકાઉન્ટમાં સચવાઈ જતી હોય છે. તમે ગૂગલને આવી વિગતો આપી છે કે નહીં એ યાદ આવતું નથી? નો પ્રોબ્લેમ. એડ્રેસ બારમાં manage payment methods અથવા edit credit card કે update card info લખી જુઓ. તમને એક ક્લિકમાં ગૂગલ પેમેન્ટ મેથડના પેજ પર લઈ જતું બટન જોવા મળશે. વિગતો તપાસી જોઇતા ફેરફાર કરો અથવા ઇચ્છો તો આ વિગતો તેમાંથી ડીલિટ કરો.
 • ક્યારેક એવું બને કે આપણે ઇન્ટરનેટ પર કંઈક સર્ચ કરીએ ત્યારે બ્રાઉઝર તેની વિગતો યાદ ન રાખે આપણે તેવું ઇચ્છીએ. આવે વખતે બ્રાઉઝરનો ઇન કોગ્નિટોમોડ આપણને ઉપયોગી થઈ શકે. ફક્ત ભળતું સળતું સર્ચ કરવા માટે નહીં પરંતુ ફેમિલીમાં કોઈને માટે સરપ્રાઇઝ ગિફ્ટ લેવી હોય અને તેને ખબર ન પડે તેવી રીત સર્ચ કરવા માગતા હો ત્યારે પણ ઇનકોગ્નિટોમોડ કામ લાગે. બ્રાઉઝરના ત્રણ બટન પર ક્લિક કરીને ઇનકોગ્નિટોમોડ સુધી જવાને બદલે એડ્રેસ બારમાં જ open incognito mode  લખી જુઓ. એક ક્લિકમાં આ કામ કરી આપતું બટન જોવા મળશે!
 • ઇન્ટરનેટ પર તમે કોઈ પણ સાઇટ પર હો ત્યારે એડ્રેસ બારમાં તેના યુઆરએલની પહેલાં જોવા મળતા તાળા કે ડેન્જરની નિશાની પર ક્લિક કરી જુઓ. આથી એ સાઇટ પરથી આપણા બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ થયેલી કૂકીઝની સંખ્યા જોવા મળશે અને તેને ક્લિક કરીને એ બધી કૂકી કઈ છે એ પણ જોઈ શકાશે. ઘણી સાઇટ્સ પર આવી કૂકીઝની સંખ્યા ૨૫૦થી પણ વધુ હોઈ શકે છે. બધી કૂકી ખરાબ, જોખમી કે જાસૂસી કરનાર નથી હોતી પરંતુ તમે ઇચ્છો ત્યારે તેને ડીલિટ કે બ્લોક કરી શકો છો. એ માટે એડ્રેસ બારમાં manage cookies લખતાં સેટિંગ્સમાં કૂકીઝના પેજ પર સીધા પહોંચી શકાશે!
 • સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલી વિવિધ એપ આપણી વિવિધ પરમિશન્સ માગતી હોય છે એ રીતે પીસી કે લેપટોપમાં બ્રાઉઝરમાં આપણે જે વેબસાઇટની મુલાકાત લઇએ તે સાઇટ વિવિધ પરમિશન્સ મેળવતી હોય છે. દર વખતે આવું સેટિંગ કરવું પડતું નથી પરંતુ બ્રાઉઝરના સેટિંગ્સમાં એ માટેનું ગ્લોબલ સેટિંગ થઈ શકે છે. આ તમારે માટે નવી વાત હોય તો એડ્રેસ બારમાં manage site settings લખી જુઓ. આથી ક્રોમ બ્રાઉઝરના સેટિંગ્સમાં તમે સાઇટ સેટિંગ્સના પેજ પર ડાયરેક્ટ પહોંચી શકશો. તેમાં વિવિધ સાઇટ્સ તમારી કઈ મંજૂરી માગી શકે છે કે કઈ મંજૂરી ધરાવે છે એ બધું તમે અહીંથી જોઈ શકશો.
 • ગૂગલ, ફેસબુક વગેરે દરેક સર્વિસ આપણને પોતાના ઓનલાઇન એકાઉન્ટની સલામતી તપાસવા માટે વિવિધ ટૂલ્સ આપતી હોય છે. તમે તેનો ક્યારેય લાભ ન લીધો હોય કે લેતા હો તો એ કામ સરળ બનાવવા માગતા હો તો એડ્રેસ બારમાં run chrome safety check અથવા security check કે  run safety check લખો. આથી તેના પેજ પર લઈ જતું બટન જોવા મળશે. તેને ક્લિક કરતાં, ક્રોમ બ્રાઉઝર અપડેટેડ છે કે નહીં, કોઈ પાસવર્ડ નબળા હોય તો તેની ચેતવણી, હાનિકારક એક્સટેન્શન, કમ્પ્યૂટરમાં કોઈ જોખમી સોફ્ટવેર વગેરે બાબતો તપાસી આપતા પેજ પર પહોંચી શકાશે.
 • સ્માર્ટફોનમાં ક્રોમ બ્રાઉઝર એપમાં પોતાના ગૂગલ એકાઉન્ટથી સાઇનઇન હોઇએ છીએ. તેમાં આપણી હિસ્ટ્રી, બુકમાર્ક, પાસવર્ડ વગેરે બધું આપણાં ગૂગલ એકાઉન્ટમાં સચવાતું જાય છે. એ બધા માટે સિંક ઓન કરો તો અન્ય કોઈ પીસી કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝરમાં એ જ ગૂગલ એકાઉન્ટથી સાઇનઇન થાઓ ત્યારે તેમાં પણ એ બધું જ જોવા મળી શકે છે. સિંક સંબંધિત બાબતો મેનેજ કરવા માટે એડ્રેસ બારમાં manage sync અથવા edit sync કે change chrome sync લખી જુઓ. સેટિંગ્સમાંના એ પેજ પર એક ક્લિકમાં પહોંચાડતું બટન જોવા મળશે!
 • અહીં સુધી આપણે જે વાત કરી એ બધી મોટા ભાગે બ્રાઉઝર કે આપણા ગૂગલ એકાઉન્ટનાં સેટિંગ્સને સંબંધિત હતી.  ગૂગલની વિવિધ સર્વિસ માટે પણ આ પ્રકારે આપણે ક્રોમ એક્શન્સ કે ક્વિક બટન્સનો લાભ લઈ શકીએ છીએ. જેમ કે જો તમે ગૂગલ કેલેન્ડરનો ઉપયોગ કરતા હો અને તેમાં કોઈ નવી ઇવેન્ટ ઉમેરવી હોય તો બ્રાઉઝરમાં નવી ટેબમાં કેલેન્ડર ઓપન કરવાને બદલે, એડ્રેસ બારમાં create event અથવા create event in google calendar કે schedule google invite લખી જુઓ. એક બટન જોવા મળશે, જેને ક્લિક કરતાં કેલેન્ડરમાં ઇવેન્ટ કરવાનું પેજ સીધું ઓપન થશે.
 • તમે ગૂગલ ડ્રાઇવનો ભરપૂર ઉપયોગ કરો છો? તેમાં વર્ડ, એક્સેલ કે પાવરપોઇન્ટની જેમ ડોક્સ, શીટ્સ કે સ્લાઇડ્સનો ઉપોયગ કરો છો? તો એડ્રેસ બારમાં create google doc, create google sheet વગેરે લખી જુઓ. એ જ રીતે start google survey લખતાં ગૂગલ ડ્રાઇવમાં ફોર્મ ક્રિએટ કરવાનું બટન મળશે. ગૂગલ કીપનો ઉપયોગ કરતા હો તો new google note લખતાં તેમાં નવી નોટ લખવાનું બટન જોવા મળશે!

Related posts

મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો

Hardik Hingu

અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…

GSTV Web Desk

ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી

GSTV Web Desk
GSTV