GSTV

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Last Updated on September 24, 2021 by Zainul Ansari

ગૂગલે જાહેરાત કરી છે કે, લોક્ડ ફોલ્ડર ઇન ફોટોસ ફીચર ટૂંક સમયમાં જ તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ પર ઉપલબ્ધ થશે. એક અહેવાલ મુજબ આ સુવિધા જૂન માસ દરમિયાન નવા પિક્સેલ ફોન્સ પર વિશેષ રૂપથી આપવામાં આવ્યા હતા. ગૂગલે હજુ સુધી જાહેર કર્યુ નથી કે, આ ફીચર બીજા બધા સ્માર્ટફોનમાં ક્યારે લાવવામાં આવશે?

ગૂગલે

લોક્ડ ફોલ્ડર ઇન ફોટોસ ફીચર ટૂંક સમયમાં જ એન્ડ્રોઇડ 6.0 અને તેનાથી ઉપરના વર્ઝન માટે ઉપલબ્ધ થશે. એકવાર તે લાઇવ થઈ જાય ત્યારબાદ ગૂગલ ફોટોઝ તરફથી નોટિફિકેશન આવ્યા બાદ જ આ ફોલ્ડર સેટ કરી શકશે. ગૂગલ ફોટોઝ લોક્ડ ફોલ્ડર એપ્લીકેશનની મુખ્ય ગ્રીડ, સર્ચ અને તમારા ડિવાઇસના ફોટાને એક્સેસ કરતી એપ્લિકેશન્સમાંથી પસંદ કરેલા ફોટા/વીડિયો છુપાવે છે.

આ ફોટોસનુ બેકઅપ લેવામા આવશે નહીં અને તેમને એક્સેસ કરવા માટે ડિવાઇસ સ્ક્રીન લોકની જરૂર પડશે. યુઝર્સ સુરક્ષિત સ્થાનની અંદર હોય તો પણ તેમને સ્ક્રીનશોટ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ગૂગલે અગાઉ એક ટ્વિટમાં કહ્યું હતું કે, “ગૂગલ ફોટોઝમાં લોક્ડ ફોલ્ડર સાથે તમે પાસકોડ સુરક્ષિત સ્થાન પર ફોટા ઉમેરી શકો છો અને જ્યારે તમે તમારા ફોન પર ફોટા અથવા અન્ય એપ્લિકેશન્સ દ્વારા સ્ક્રોલ કરો ત્યારે તે દૃશ્યક્ષમ રહેશે નહીં.”

ગૂગલે

લોક્ડ ફોલ્ડર ઇન ફોટોસ સૌથી પહેલા ગૂગલ પિક્સેલ અને અન્ય એન્ડ્રોઇડ ડિવાઇસ પર આવનાર સમયમાં લોન્ચ થઇ રહ્યું છે. તમે ગૂગલ ફોટોઝ એપમાં લાઇબ્રેરી – યુટિલિટીઝ – લોક્ડ ફોલ્ડરમાં જઈને લોક્ડ કરેલું ફોલ્ડર સેટ કરી શકો છો. તો જોઈએ ગૂગલનું આ નવું ફીચર કેટલું સક્સેસફુલ સાબિત થશે?

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!