GSTV
Home » News » Google આ કંપનીના ફોનની પોપ્યુલર એપ કરી બ્લોક, જાણો શું છે કારણ

Google આ કંપનીના ફોનની પોપ્યુલર એપ કરી બ્લોક, જાણો શું છે કારણ

ગૂગલે શિયોમીની ‘Quick Apps’એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે. ગૂગલે તેને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. શિયોમીના યુઝર્સે ટ્વિટર અને રેડિટ પર આ વાતની જાણકારી આપી છે. જોકે ગૂગલે તેના લઈ કોઈ ઓફિશિયલી જાણકારી આપી નથી. પણ એવું માનવામાં આવે છે કે ગૂગલે ક્વિક એપ્સના એપડેટ થયા પછી 14 નવેમ્બરથી બ્લોક કરવામાં આવી છે.

જાણકારી માટે બતાવીએ કે Quick Apps શિયોમીના કેટલાક ફોનમાં પ્રી-ઈંસ્ટોલ થઈને આવે છે. શિયોમી યુઝર્સે દાવો કરતાં જણાવ્યું કે પ્લે પ્રોટેક્ટ તરફથી તેને પોપ-અપ નોટિફિકેશન આવી છે. જેમાં જણાવે છે કે શિયોમીની આ એપ યુઝરનો ડેટા ભેગો કરી રહી છે, જેમાં તેને ટ્રેક પણ કરી શકે છે. આ મેસેજ ત્યારે મળ્યો જ્યારે સિસ્ટમ એપ એપડેટરની માધ્યમથી Quick Appsને એપડેટ કરવાની કોશિશ કરી હતી.

તે વાત પર શિયોમીએ કહ્યું કે

કંપનીએ કહ્યું કે, અમે અમારી સિસ્ટમ એપ ક્વિક એપની અપડેટની બધી જાણ છે. કેટલાક યુઝર્સને નોટિફિકેશન મળી છે કે ગૂગલ પ્લે પ્રોટેક્ટે તેને બ્લોક કરી દીધી છે. અમે આ વાત પર સતત ગૂગલનો સંપર્ક કરી રહ્યા છીએ. અને માનવામાં આવે છે કે આ ગૂગલ પ્લે પ્રોટેક્ટ અલ્ગોરિધમના રિવીઝનના કારણે થયું છે. બાકી અમે યુઝર્સને વિશ્વાસ અપાવીએ છીએ કે આ સિસ્ટમ એપ પૂરેપૂરી સેફ છે. તેને દૂર કેમ કરવામાં આવી છે તે વાતની જાણકારી હજુ સુધી સામે આવી નથી.

Read Also

Related posts

પાકિસ્તાનમાં હિંદુ યુવતીનું લગ્ન મંડપમાંથી અપહરણ, મુસ્લિમ બનાવી લગ્ન કર્યા

Bansari

આજે વસંત પંચમી, મા સરસ્વતીની આરાધના માટેનો શ્રેષ્ઠ દિવસ

Bansari

જૈવિક હથિયારો બનાવવાના પ્રયોગોમાંથી કોરોના પેદા થયો : ઈઝરાયેલી ‘જેમ્સ બોન્ડ’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!