GSTV

Googleનું Bedtime ફીચર હવે સુધારશે તમારી ઉંઘ, આ રીતે કરો તમારા ફોનને એક્ટિવ

Last Updated on August 30, 2020 by Mansi Patel

ગૂગલે એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવતા સ્માર્ટફોન માટે એક મોટું અપડેટ બહાર પાડ્યું છે. આ અપડેટ દ્વારા, એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં Clock appમાં Bedtime ટેબને શામેલ કરવામાં આવ્યું છે. ગૂગલે Clock એપ્લિકેશન માટે એક નવો બેડટાઇમ ટેબ શરૂ કર્યુ છે, જે યુઝર્સને સમયસર સૂવામાં મદદ કરે છે. તે રાત્રિ દરમિયાન યુઝર્સના સ્ક્રીન સમયને ટ્રેક કરે છે અને શાંત સંગીત દ્વારા સુવામાં મદદ કરે છે. આ સુવિધા યુઝર્સની ઉંઘ સુધારવાનું કામ કરશે, આ સિવાય યુઝર્સ આ સુવિધાની મદદથી રાત્રે તેમના સ્ક્રીન ટાઇમને પણ ટ્રેક કરી શકે છે અને તેઓ સ્લિપ પ્લેલિસ્ટને પણ સેટ કરી શકે છે.

તમારા Android સ્માર્ટફોન પર આ રીતે બેડટાઇમ મોડને સક્રિય કરો

  • સૌ પહેલાં Digital Wellbeing એપ્લિકેશનને અપડેટ કરો.
  • તે બાદ સેટિંગ્સમાં Digital Wellbeing પર ક્લિક કરો અને Bedtime Mode પર જાઓ.
  • આ પછી તમને એક સેટઅપ સ્ક્રીન જોશો જ્યાં તમે સૂવાનો અને જાગવાનો સમય સેટ કરી શકો છો.
  • એકવાર સેટ થઈ ગયા પછી, તમારી ફોનની સ્ક્રીન greyscale ચાલુ થશે.
  • જ્યારે મોડ ચાલુ હોય, ત્યારે તમે સૂચના પેનલ પર notification જોશો.
  • તમે કોઈપણ સમયે notificationનો ઉપયોગ કરીને, કોઈપણ સમયે મોડને બંધ કરી શકો છો.

આ સેટિંગને કરવાથી સૂવાનો સમય સમાપ્ત થાય ત્યાં સુધી બધા જ નોટિફિકેશન શાંત થઈ જશે. ખાસ વાત એ છે કે બેડટાઇમ મોડ દ્વારા કોલ્સ આવશે. Clock appમાં Bedtime ટેબમાં તમને ઘણી સુવિધાઓ મળે છે. તમે રાત્રે તમારા ફોનનો ગ્રેસ્કેલ મોડ ચાલુ કરી શકો છો. નોટિફિકેશનને રોકવા માટે, તમારા માટે Do Not Disturb mode આપવામાં આવ્યું છે. જ્યારે તમે Spotify અને YouTube Music સાથે ઉંઘ ન આવવાની સમસ્યાને દૂર કરી શકો છો. યુઝર્સ રાત્રે તેમના સ્ક્રીનનો સમય પણ ટ્રેક કરી શકે છે.

READ ALSO

Related posts

કુંદ્રાની મુશ્કેલી વધી શકે છે મુશ્કેલી, પૉર્ન ફિલ્મ રેકેટની તપાસ ઇડી કરશે એવી ચર્ચા

Damini Patel

Tokyo Olympic / સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુને મળશે 1 કરોડ રૂપિયા, મણપુર સરકારે કરી જાહેરાત

Zainul Ansari

તણાવ / જિનપિંગની પહેલી તિબેટ યાત્રાનો ઇશારો અરૂણાચલ સરહદ તરફ, ચીનની હરકતો પર ભારતની બાજ નજર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!