GSTV

ફોનમાંથી તરત જ ડિલીટ કરી દો આ 29 પોપ્યુલર Apps, ગૂગલે મૂક્યો છે પ્રતિબંધ

apps

કરોડો એન્ડ્રોયડ યુઝર્સ પ્લે સ્ટોરની મદદથી App ડાઉનલોડ કરે છે પરંતુ અનેક ખતરનાક અને મેલિશસ Appsના કિસ્સા પણ સામે આવતા રહે છે. એકવાર ફરી Google તરફથી અનેક Appsને પ્લે સ્ટોર પરથી બેન કરી દેવામાં આવી છે કારણ કે આ ખતરનાક Apps ફોનમાં એડેવેયર ઇન્સ્ટોલ કરી રહી હતી. જો આ Apps તમારા ફોનમાં હોય તો તરત જ ડીલીટ કરી દેવી જ તમારા માટે યોગ્ય રહેશે. આ અંગે White Opsની ઇન્ટેલિજંસ ટીમને જાણ થઇ છે.

ઇંટેલિજેંસ ટીમ તરફથી ‘CHARTREUSEBLUR’ ઇન્વેસ્ટિગેશનમાં 29 એવી એપ્સ શોધી કાઢી છે, જે યુઝર્સના ફોનમાં એડેવેયર ઇન્સ્ટોલ કરી દેતી હતી. ઇન્વેસ્ટિગેશનમાં આપવામાં આવેલા નામમાં blur એટલા માટે સામેલ કરવામાં આવ્યુ છે કારણ કે તેમાંથી મોટાભાગની ફોટો એડિટિંગ એપ્સ છે, જે બ્લર ફીચર ઓફર કરે છે. આ એન્ડ્રોઇડ Apps આઉટ-ઑફ-કોન્ટેક્સ્ટ એડ્સ દેખાડી રહી હતી, જેથી તેમને સરળતાથી ડિટેક્ટ ન કરી શકાય.

ગાયબ થઇ જતા હતા આઇકન

જેવા યુઝર્સ આ Apps ઇન્સ્ટોલ કરતા હતા, તેના આઇકન ફોનના એપ ડ્રોરમાંથી ગાયબ થઇ જતાં હતા. આ રીતે યુઝર્સ સરળતાથી એપ્સ ડીલીટ પણ કરી શકતા ન હતાં અને તે બેકગ્રાઉન્ડમાં જ કામ કરતી રહેતી હતી. સામે આવેલી મેલિશસ Appsમાં Square Photo Blur  એપ પણ સામેલ હતી અને ઇંટેલિજન્સ ટીમે તેનો બિહેવિયર ચેક કર્યો. એપ ફોનમાં ઇન્સ્ટોલ થયા બાદ આઇકન ગાયબ કરી દેતી હતી અને પ્લે સ્ટોર પર પણ Openનો ઓપ્શન મળતો ન હતો.

ડિલિટી કરી દો આ Apps

Google તરફથી આ Appsના મેલિશસ ફંક્શનની જાણ થયા બાદ તેને પ્લે સ્ટોર પરથી બેન કરવામાં આવી અને હટાવી દેવામાં આવ્યુ છે. જો કે, જે યુઝર્સ પહેલા જ આ Apps ડાઉનલોડ કરી ચુક્યા હતાં તેમણે ફોનમાંથી પોતે જ તેને ડિલીટ કરવાની છે. આ Appsને કુલ 35 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. જો તમારા ફોનમાં આ Apps ઇન્સ્ટોલ હોય તો તરત જ તેને ડિલીટ કરી દો. આ રહી Appsની લિસ્ટ….

– Auto Picture Cut

– Color Call Flash

– Square Photo Blur

– Square Blur Photo

– Magic Call Flash

– Easy Blur

– Image Blur

– Auto Photo Blur

– Photo Blur

– Photo Blur Master

– Super Call Screen

– Square Blur Master

– Square Blur

– Smart Blur Photo

– Smart Photo Blur

– Super Call Flash

– Smart Call Flash

– Blur Photo Editor

– Blur Image

Read Also

Related posts

ગંદી બાત 2 ફેઇમ અન્વેષી જૈનનો જુઓ કિલર લૂક, ફોટો જોઈ નજર નહી હટાવી શકે ફેન્સ

Ankita Trada

જેલમાં બેઠાબેઠા પણ લાલુ યાદવ તેજસ્વીને સીએમ બનાવવા થયા સક્રિય, આ નેતાઓને કર્યા ફોન

Karan

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ નિધન બાદ પરિવાર માટે શું મૂકીને ગયા, આટલી છે સંપત્તિ

Karan
Do NOT follow this link or you will be banned from the site!