GSTV

Jio Phone માટે લોન્ચ કરાયું ગૂગલ આસિસ્ટન્ટનું સ્પેશિયલ વર્ઝન

Last Updated on December 5, 2017 by Bansari

જિયો ફોન માટે ગૂગલ આસિસ્ટન્ટનું એક નવું સ્પેશિયલ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. આવું પહેલી વાર બનશે કે જ્યારે ઇન્ટરનેટ દિગ્ગજનું આઇટી આધારિત વર્ચુઅલ આસિસ્ટન્ટ કોઇ ફિચર ફોનમાં આવશે. જિયો ફોન માટે આ બીજું ડીજીટલ વોઇસ આસિસ્ટન્ટ છે.

જો કે 4જીની ક્ષમતા ધરાવતાં આ હેંડસેટમાં પહેલાંથી જ એક આસિસ્ટન્ટ પ્રિ-લોડ હોય છે, જે વોઇસ કમાન્ડ લઇ શકે છે. જિયો ફોન માટે ગૂગલ આસિસ્ટન્ટ વર્ઝન અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ હશે અને તે વોઇસ સર્ચ સંબંધિત પૂછપરછ પર પ્રતિક્રિયા આપશે. Google for India ઇવેન્ટમાં દર્શાવવામાં આવેલાં  ડેમોમાં ગૂગલ આસિસ્ટન્ટ જિયો ફોનની ઘોષણા કરવામાં આવી હતી.

ગૂગલે દર્શાવ્યું કે તેનું સોફ્ટવેર સર્ચ રિઝલ્ટ,મ્યૂઝિક પ્લે કરવા અને ટેક્સ્ટ મોકલવા સહિત અનેક વોઇસ કમાન્ડ પર કામ કરશે. જો કે હજુ સુધી એ ઘોષણા કરવામાં નથી આવી કે આ સોફ્ટવેરને હેન્ડસેટ માટે ક્યારે લોન્ચ કરવામાં આવશે અને ક્ષેત્રીય ભાષાઓમાં ક્યારે સપોર્ટ કરશે. ગૂગલ આસિસ્ટન્ટ કોલ કરવા, ટેક્સ્ટ કરવા, મ્યુઝિક અને વિડિયો પ્લે કરવા સહિત અન્ય એપને એક્સેસ કરવામાં મદદ કરશે.

 

Related posts

ખેડૂતો માટે ખુશખબર: કચ્છના 155 ખેડૂતો સરકારની મદદથી કરશે કમલમ ફ્રૂટની ખેતી, બજારમાં માગ ખૂબ વધી

Pravin Makwana

વિચિત્ર/ ઓનલાઈન ક્લાસમાં એવી હરકત કરી બેઠી છોકરી, લોકો તસ્વીર જોઈ ચોકી ગયા

Damini Patel

Lal Book/ અશુભ હોય છે આવું ઘર, મકાન ખરીદવા અથવા બનાવવા પહેલા જરૂર જાણી લો આ વાત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!