GSTV
Home » News » હવે ફ્રિમાં અને ઈન્ટરનેટ વગર વાપરી શકશો ગૂગલની આ સર્વિસ

હવે ફ્રિમાં અને ઈન્ટરનેટ વગર વાપરી શકશો ગૂગલની આ સર્વિસ

નવી દિલ્હીમાં આયોજીત Google For India ઈવેન્ટ દરમિયાન કેટલાંય મોટા એલાન થઈ ચુક્યાં છે. આ ઈવેન્ટમાં ખાસ એ રહ્યું કે હવે વોડાફોન આઈડિયા કસ્ટમર્સ વગર ઈન્ટરનેટના ગૂગલ અસિસ્ટેન્ટ યૂઝ કરી શકે છે. કંપનીએ વોડા-આઈડિયાની સાથે મળીને એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આ નંબર પર કોલ કરી કસ્ટમર્સ ફ્રીમાં તમામ પ્રકારની જાણકારી મેળવી શકે છે.

ગૂગલે જણાવ્યું કે Google Assistant હવે 30 ભાષાઓમાં 80 દેશોમાં યૂઝ કરવામાં આવે છે. ભારતમાં બે વર્ષ પહેલા ગૂગલ અસ્સિટેંટ લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ભારત માટે ફોન લાઈન ગૂગલ અસિસ્ટેન્ટ લોન્ચ કર્યું છે.

google-assistant-phone-line_091919023437.jpg

ગૂગલે વોડાફોનની સાથે મળીને ફોન લાઈન અસિસ્ટેન્ટ લોન્ચ કર્યું છે. આ માટે તમારે કોઈ પૈસા આપવા નહીં પડે. તેનામ માટે કોઈ પણ પ્રકારના ઈન્ટરનેટ કનેક્શનની પણ જરૂરીયાત પણ નહી પડે. તમે આ નંબર પર કોલ કરી જાણકારી મેળવી શકો છો. આ છે Google Assistant ફોન લાઈનનો નંબર – 0008009191000

કોલ કરી તમ કોઈ પણ સવાલ પૂછી શકો છો એવી જ રીતે જેમ તમે ઈન્ટરનેટને પુછો છો. અહીં ટ્રેનની ટાઈમિંગથી લઈને તમે કોઈ રેસ્ટોરંટ વીશે પૂછી શકો છો.

આના માટે ગૂગલે વોડાફોન અને આઈડિયાની ,આ માટે ગૂગલે વોડાફોન અને આઈડિયાની સાથે પાર્ટનરશિપ કરી છે. આ અંતર્ગત ન્યૂઝ અને વેધર ફોરકાસ્ટ પણ જાણી શકો છો. આ હિંદી અને ઈંગ્લિશ માટે છે. તેને માત્ર વોડાફોન આઈડિયા યૂઝર્સ જ યૂઝ કરી શકે છે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!