GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

TikTok -Helo પર Google અને Apple એ પણ એક્શન મૂડમાં, ભર્યુ આ પગલું

TikTok -Helo

TikTok-Helo સહિત 59 એપ્સ પર કેન્દ્ર સરકાર દ્વારા બેન લગાવ્યા બાદ અમેરિકી કંપની Google અને Apple પણ સામે આવ્યા છે. આ બન્ને કંપનીઓએ પોતાના એપ સ્ટોરમાંથી TikTok અને Heloને હટાવી લીધી છે. કાલે રાત્રે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આદેશ આપ્યા બાદ સવારે લગભગ 9 વાગ્યે આ એપ્સને હટાવવામાં આવી. હવે કોઈ પણ ભારતીય યુઝર આ એપ્સને ડાઉનલોડ પણ નહીં કરી શકે.

Google અને Apple પણ લીધા એક્સન

જાણકારી અનુસાર હાલ ગુગલે પોતાના પ્લે સ્ટોર અને એપ્પલે એપ્પલ સ્ટોરમાંથી એમુક જ ચીની એપ્સને બેન કરી છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા બેન કરવામાં આવેલી ચીની એપ્સમાંથી અમુક હજુ પણ પ્લે સ્ટોરમાં જોવા મળી રહ્યા છે. હાલમાં બન્ને અમેરિકી કંપનીએ પોતાની આ કાર્યવાહી પર કોઈ ઓફિશ્યલ જાણકારી નથી આપી.

પ્રતિબંધ બાદ TikTokએ કરી આ સ્પષ્ટતા

ભારતમાં પ્રતિબંધ લગાવ્યા બાદ ચીનના મોબાઈલ એપ ટિકટોકે સ્પષ્ટતા કરી છે. તેણે નિવેદન આપ્યું છે કે કંપનીએ ભારતમાં પોતાના કોઈ પણ યુઝરનો ડેટા ચીન સહિત કોઈ પણ વિદેશી સરકાર સાથે શેર નથી કર્યો. એપ પર પ્રતિબંધ લગાવવાના મામલે કંપનીએ જણાવ્યું છે કે બાઈટડાંસે ભારત સરકાર સામે પોતાનો પક્ષ મુકવાની મંજૂરી માંગી છે. જેથી સ્પષ્ટતા થઈ શકે.

TikTok -Helo

59 એપ્સ પર બેન

તમને જણાવી દઈએ કે લદ્દાખ ચીન સાથે સીમા વિવાદની વચ્ચે ભારત સરકારને ટિકટોક અને યુસી બ્રાઉઝર સહિત ચીન સાથે સંબંધિત 59 એપ્સ પર બેન લગાવી દીધો છે. સરકારે આ એપ્સને સુરક્ષાના માટે ખતરો જણાવ્યો છે. સરકારની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સૂચના અનુસાર આ એપ્સ એ ગતિવિધિઓમાં લાગેલા છે જે ભારતની સંપ્રભુતા, અખંડતા અને સુરક્ષા માટે ખતરો છે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!