GSTV

ગૂગલે તેના કર્મચારીઓને આપી ભેટ, હવે આ કારણે ત્રણ દિવસનો મળશે વીકલી ઓફ

Last Updated on September 13, 2020 by Mansi Patel

કોરોના વાયરસને કારણે ‘વર્ક ફ્રોમ હોમ’નું કલ્ચર વધ્યુ છે. ખાસ કરીને આઈટી કંપનીઓ પોતાના કર્મચારીઓની સેવાઓ ઘરેથી લઈ રહી છે. વર્ક ફ્રોમ હોમ દરમ્યાન કર્મચારીઓ ઉપર ઓફિસની તુલનામાં કામનું દબાણ વધ્યુ છે. હવે તેને ધ્યાનમાં રાખીને દિગ્ગજ ટેક કંપની ગૂગલે મોટો નિર્ણય લીધો છે. ટેક કંપની ગૂગલે હવે તેના કર્મચારીઓને સપ્તાહમાં ત્રણ દિવસનો વિકલી ઓફ આપવાની જાહેરાત કરી છે. એટલેકે, કર્મચારીઓએ માત્ર 4 દિવસ જ કાર્ય કરવાનું રહેશે. જ્યારે બાકીનાં ત્રણ દિવસ રજા રહેશે.

દુનિયાભરનાં કર્મચારીઓને પડશે લાગૂ

ગૂગલે દુનિયાભરમાં ફેલાયેલા પોતાના કર્મચારીઓને સપ્તાહમાં ફક્ત ચાર દિવસ જ કામ કરવા માટે કહ્યુ છે. હવે ગૂગલમાં કાર્યરત દરેક કર્મચારીઓને શુક્રવારથી લઈને રવિવાર સુધીનો ઓફ મળશે. જ્યારે સોમવારથી ગુરૂવાર સુધીમાં તેમણે કામ કરવાનું રહેશે. તેના માટે કંપનીએ તેમના કર્મચારીઓને એક નોટ મોકલી છે. જેમાં લખ્યુ છેકે, ‘ વર્ક ફ્રોમ હોમ’ને કારણે કર્મચારીઓના કામનાં કલાકોમાં ઘટાડો થયો છે. જેનાંથી કર્મચારીઓ દબાણનો અનુભવ કરી રહ્યા છે. કંપનીનાં દરેક વિભાગનાં ટીમ લીડર્સને પોતાની ટીમનાં સપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યુ છે. સાથે એવું પણ કહેવામાં આવ્યુ છેકે, નવી વ્યવસ્થા હેઠળ દરેક કર્મચારીઓના કામ પ્રત્યે જવાબદારી અને સમય સીમા પણ નક્કી કરવામાં આવે.

ગૂગલનાં દુનિયાભરમાં વખાણ

એટલું જ નહી, કર્મચારીઓનાં હિતને ધ્યાનમાં રાખતા કંપનીએ કહ્યુકે, જો કોઈ કર્મચારીઓ પોતાના વીકલી ઓફના દિવસે (શુક્રવારથી રવિવાર સુધી) કામ કરે છે. તો તેમને બદલામાં સોમવારે ઓફ આપવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, ગૂગલના કર્મચારીઓ જુલાઈ 2021 સુધી ઘરેથી કામ કરશે. તે બાદ ફરી કંપની તેની ઉપર વિચાર કરશે. ગૂગલનાં 4 વર્કિંગ ડે પ્લાનના સોશિયલ મીડિયા પર જોરદાર વખાણ થઈ રહ્યા છે.

READ ALSO

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!